News of Sunday, 7th July 2024
આગ્રામાં ૮ થી ૧૨ વર્ષની ચાર બાળકીઓ સહિત પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયા

આગ્રામાં કરૂણ દુર્ઘટના; યમુના એક્સપ્રેસ હાઈ વે ઈન્ટરચેન્જ પર તળાવમાં ચાર બાળકીઓ સહિત પાંચ બાળકો ડૂબી ગયા, સાથે રહેલી મહિલાને બચાવી લેવાઈ
આગ્રાના ખંડૌલીમાં યમુના એક્સપ્રેસ વે ઈન્ટરચેન્જ ખાતે આજે રવિવારે સવારે ૮ વાગ્યે પાણીમાં રમવા ગયેલા પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. તમામની ઉંમર આઠથી ૧૨ વર્ષની વચ્ચે છે. બાળકોના નામ હિના, મુન્ની, ચાંદની, મુનિયા છે. પોલીસ અને ડાઇવર્સ ડૂબી ગયેલા બાળકોને શોધવામાં વ્યસ્ત છે.
યમુના એક્સપ્રેસ વે ઈન્ટરચેન્જ પર વરસાદનું પાણી એકઠું કરવા એક તળાવ બનાવવામાં આવ્યું છે. આજે રવિવારે સવારે આઠ વાગ્યે રસ્તાની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા ૧૦ બાળકો ત્યાં રમવા ગયા હતા. આ દરમિયાન બાળકો ન્હાવા માટે નીચે ગયા હતા. ત્યાં હાજર મહિલાએ તળાવમાં ઉતરીને બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જે પણ ડૂબવા લાગતા નજીકના લોકોએ તેને બચાવી લીધેલ.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
