<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ભાજપને મહારાષ્‍ટ્ર ચૂંટણીમાં હરાવવા કોંગ્રેસે ઘડયો પ્‍લાનઃ લાડલી બહેન યોજના જેવી યોજનામાં વધુ રકમ આપવા વિચારણા

નવી દિલ્‍હીઃ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા કોંગ્રેસની નજરો હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવા પર ટકી છે. એના માટે કોંગ્રેસે અત્યારથી સત્તારુઢ ગઠબંધન મહાયુતિનો સફાયો કરવા માટે યોજનાઓ ઘડી કાઢી છે. ખરેખર કોંગ્રેસ મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્ત્વ હેઠળની સરકારની લાડલી બહેન યોજનાનો સામનો કરવા માટે મહિલાઓને આકર્ષિત કરવાની યોજના બનાવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના અને એનસીપી ગઠબંધનને ખરાબ રીતે પરાજિત કર્યા હતા. પોતાના પરાજયને જીતમાં બદલવા માટે સત્તારુઢ ગઠબંધને મહિલાઓને રોકડ ચૂકવણી કરવાનો ભરોસો અપાવ્યો છે. 

મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આર્થિક સહાય ચૂકવાશે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં ગઠબંધન સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી જે હેઠળ 21થી 65 વર્ષની મહિલાઓને નાણાકીય સહાય ચૂકવાશે. 

સૂત્રોની માનીએ તો વિપક્ષના ગઠબંધન મહાવિકાસ અઘાડી(એમવીએ) રાજ્યની સત્તામાં આવતા મહાયુતિ ગઠબંધન દ્વારા અપાતી રકમથી વધુ પૈસા આપવા વિચારી રહી છે. એમવીએ તેના આ વાયદા સાથે મહાયુતિની લાડલી બહેન યોજના કાર્ડને કાઉન્ટર કરશે.

(1:15 PM IST)