
મોદીનો ટ્રમ્પને જડબાતોડ જવાબ : કોઇ પણ કિંમત ચુકવવા તૈયાર : પણ ઝુકશું નહિ : ભારત માટે ખેડૂતોનું હીત સર્વોપરી : કોઇ પણ દબાણ હેઠળ નમતુ નહિ જોખીએ : મોદી : ટ્રમ્પના ટેરિફ બાદ વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે : PM મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે કયારેય સમાધાન કરશે નહીં અને હું જાણું છું કે મને વ્યક્તિગત રીતે આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ હું તેના માટે તૈયાર છું2:44 PM IST
ન્યાયાધીશ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો : ન્યાયાધીશ યશવંત વર્મા પાસે બચવાનો લગભગ કોઈ વિકલ્પ નથી : સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ વર્માની તે અરજી ફગાવી દીધી જેમાં તેમણે તપાસ સમિતિના રિપોર્ટને પડકાર્યો હતો, કોર્ટે કહ્યું કે આંતરિક તપાસને કાયદાકીય મંજૂરી છે અને તપાસ પ્રક્રિયા બંધારણીય હતી2:44 PM IST
ટ્રમ્પ ઉપર ‘‘ભૂત સવાર'': હજુ ‘‘ટેરિફ બોંબ ઝીંકવા ધમકી : ‘‘દોસ્ત દોસ્ત ન રહા'' જેવું ટ્રમ્પનું ભારત પ્રત્યેનું વલણઃ હજુ તો ૮ કલાક થયા છે, સેકન્ડરી ટેરિફ લગાવવાના તો બાકી છૈઃ ટ્રમ્પની દાદાગીરી ભારત ઉપર ૫૦% ટેરિફ લગાવ્યા બાદ પણ ટ્રમ્પ ધુણી રહ્યા છેઃ હજુ તો ટ્રેલર બતાવ્યું હોવાની બેજવાબદાર પૂર્ણ કબૂલાત10:21 AM IST
મથુરામાં બુલડોઝર કાર્યવાહીને લઈને અંધાધૂંધી, વૃદ્ધને જીવતો સળગાવવાનો પ્રયાસ; લેખપાલ અને કાનુન્ગોને સસ્પેન્ડ કરાયા : મથુરાના જૈનત પોલીસ સ્ટેશન વિસ્તારના ખુશીપુરા ગામમાં જમીન વિવાદને કારણે હિંસક ઘટના:એક વૃદ્ધ અને એક મહિલા ગંભીર રીતે દાઝી ગયા:વૃદ્ધની હાલત ગંભીર:જિલ્લા મેજિસ્ટ્રેટે લેખપાલ અને કાનુન્ગોને સસ્પેન્ડ કરી દીધા8:28 PM IST
ગીરના દંતકથા સમાન સિંહ જય-વીરુને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ : સાંસદ પરિમલભાઈ નથવાણીએ વિડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કર્યું : જુઓ વિડીયો : ગાયક આદિત્ય ગઢવીના સ્વરમાં તૈયાર થયેલ 'જય-વીરુની જોડી' ગીત રિલીઝ : ભાર્ગવ-કેદારની સંગીતકાર જોડીએ સ્વરબદ્ધ કરેલા સિંહોના અતૂટ બંધન અને અમર ગાથાને યાદગાર બનાવતા ગીત અને ડોક્યુમેન્ટરી : વર્લ્ડ લાયન ડે નિમિત્તે વિશેષ સ્મૃતિસભર ટી-શર્ટ્સ પણ ઉપલબ્ધ રહેશે8:29 PM IST
ચામડું, કાપડ, રસાયણ... ટ્રમ્પના ટેરિફથી કયા ક્ષેત્રો પ્રભાવિત થશે? ઉકેલ શું ? : અમેરિકાએ ભારતની નિકાસ પર ૫૦% ટેરિફ લાદ્યો છે, જેની ચામડું, રસાયણ, શૂઝ, રત્ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા જેવા ક્ષેત્રો પર ભારે અસર પડશે, રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લાદવામાં આવેલા આ ટેરિફથી ભારતની નિકાસમાં ૪૦-૫૦% ઘટાડો થઈ શકે છે : નિષ્ણાતો કહે છે કે આ નિર્ણયથી કાપડ અને ઝવેરાત ઉદ્યોગને મોટું નુકસાન થશેઃ નિકાસકારોએ હવે નવા બજારો શોધવા પડશે જેથી નિકાસની ગતિ જળવાઈ રહે10:03 AM IST
લોટ, તેલ, ચોખા... બધું મોંઘુ થયું: વધુ વરસાદ- ઓછા પાકને કારણે ઘરનું બજેટ બગડ્યું : તહેવારો વખતે જ મોંઘવારીએ મોઢું ફાડ્યું: દરેક ચીજના ભાવ વધી ગયા :છેલ્લા એક મહિનામાં ખાદ્ય તેલ, ચોખા, લોટ અને શાકભાજી સહિત મુખ્ય ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો થયો છેઃ છેલ્લા બે-ચાર અઠવાડિયામાં, સરસવ અને સૂર્યમુખી તેલ, ચોખા અને ટામેટાંના ભાવમાં ૫૦% સુધીનો વધારો થયો છે9:46 AM IST
જીવનમાં જેટલો મોટો સંઘર્ષ, જીત એટલી મોટીઃ પદમજીત સહેરાવત : જુઓ વિડિયો : ગરૈયા જ્ઞાનપીઠ દ્વારા આજે પ્રખ્યાત કોમેન્ટેટર, ક્રિકેટર, ગાયક, લેખક, મ્યુઝીક કમ્પોઝર, મોટીવેશનલ સ્પીકર એવા પદમનીત સહેરાવતનું પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ આતે સાંજે ૪:૩૦ વાગે સેમીનાર અને સંગીત પાઠશાળાનું આયોજન * મ્યુઝીક ટોકશાલા એ મારો કનસેપ્ટ છે * કિસ્મત આઈથી સોચ કે યે જાગે તો ઈસ કા કુછ કરૂં, યે સોતા હી રહતા હૈ તો મેં ક્યા કરૂં? * ઝીંદગીકી સીર્ફ એક હી સચ્ચી કહાની હૈ સફળતા સીર્ફ મહેનત કી દીવાની હૈ...''3:24 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મોટી હેરાફેરી : ૪૦ લાખથી વધુ શંકાસ્પદ મતદારો : રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ‘પુરાવા સાથે' દાવો કર્યો : મતદાર યાદીમાં ગેરરીતિઓની યાદી આપી મહારાષ્ટ્ર ચૂંટણી ચોરી થઈ હતી : અમે મહારાષ્ટ્રમાં ચૂંટણી હારી ગયા : મહારાષ્ટ્રમાં ૪૦ લાખ મતદારો રહસ્યમય છે : ચૂંટણી પંચે મતદાર યાદી વિશે જવાબ આપવો જોઈએ : તેમણે કહેવું જોઈએ કે મતદાર યાદી સાચી છે કે ખોટી ?3:05 PM IST
પાકિસ્તાનના અડધા અધિકારીઓ ભ્રષ્ટ છેઃ પોર્ટુગલમાં મિલકતો ધરાવે છે... : ખ્વાજા આસિફે પોતાના જ લોકો પર ‘બોમ્બ' ફેંક્યો, પાકિસ્તાનનું રાજકારણ હચમચી ગયું ખ્વાજા આસિફ પાકિસ્તાનના મોટા રાજકારણી છે અને સંરક્ષણ પ્રધાન જેવું ખૂબ જ મહત્વપૂર્ણ પદ ધરાવે છેઃ તેમણે વિસ્ફોટ કર્યો કે પાકિસ્તાનના અધિકારીઓમાં ભ્રષ્ટાચારની કોઈ મર્યાદા નથી10:05 AM IST
યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર, દિલ્હી ઉપર પૂરનું સંકટ :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદના કારણે યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર પહોંચી ગયું છે, જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ વધી ગયું છે. : પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમોએ પ્રયાગરાજના કરેલા બાગ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા છે અને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યું છે.1:40 PM IST
હવે ટ્રમ્પ કમ્પ્યુટર ચિપ્સ અને સેમિકન્ડક્ટરની આયાત પર ૧૦૦% ટેરિફ લાદશે : ચીન સહિત ૩ દેશોને કડક સંદેશઃ ૧૦૦% ટેરિફ લાદીને, ટ્રમ્પ અમેરિકાને આ બાબતમાં આત્મનિર્ભર બનાવવા માંગે છે :કોવિડ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં ચિપ્સની ભારે અછત હતી. આ કારણે, તે સમયે વાહનોના ભાવમાં ઘણો વધારો થયો હતો. ફુગાવો પણ ઘણો વધી ગયો હતો. હવે ટ્રમ્પના આ નિર્ણયથી, ફરીથી આવું વાતાવરણ સર્જાઈ શકે છે. અમેરિકામાં મોબાઈલ ફોન, કાર, ટીવી, રેફ્રિજરેટર વગેરે મોંઘા થશે10:20 AM IST
ઢગલા બંધ સમાચાર ઉડતી નજરે9:34 AM IST
બિહારમાં ડોનાલ્ડ ટ્રમ્પના નામે બનાવાયેલ નકલી રહેણાંક પ્રમાણપત્ર રદ: સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ : સમસ્તીપુર જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી:મૂળ અરજીમાં અરજદારનું નામ ડોનાલ્ડ જોન ટ્રમ્પ, પિતાનું નામ ફ્રેડરિક ક્રાઇસ્ટ ટ્રમ્પ અને ફોટામાં ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો હતો. નકલી આધાર કાર્ડ પણ જોડાયેલું હતું9:21 PM IST
વાંતારાએ માધુરી હાથણીના સ્થળાંતર વિવાદ પર સ્પષ્ટતા કરી: કોલ્હાપુરમાં સેટેલાઇટ કેન્દ્રનો પ્રસ્તાવ: "મિચ્છામી દુક્કડમ" કહીને માંગી માફી : કોલ્હાપુરના નંદની વિસ્તારમાં જ માધુરી માટે એક અદ્યતન સેટેલાઇટ પુનર્વસન કેન્દ્ર સ્થાપિત કરવા માટે જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકાર સાથે કામ કરવાની તૈયારી દર્શાવી 10:20 PM IST
દુનિયામાં ટેરિફ વોર શરૂ થયા પછી, ટ્રમ્પે અચાનક પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી : જેડી વાન્સને પોતાના MAGA ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા : અમેરિકામાં હલચલ મચી ગઈ : વિદેશ મંત્રી માર્કો રુબિયોના કાર્યની પણ પ્રશંસા કરી :ટ્રમ્પે કહ્યું કે 'મારા ઉત્તરાધિકારીઓ વિશે વાત કરવી હજુ વહેલું છે : પરંતુ વાન્સ ચોક્કસપણે ખૂબ સારું કામ કરી રહ્યા છે, અને આ સમયે તેઓ કદાચ મારા પ્રિય હશે10:35 PM IST
1 ઓક્ટોબરથી એર ઇન્ડિયાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થશે : અકસ્માત બાદ સમીક્ષા બાદ લેવાયો નિર્ણય : અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું હતું : એર ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું હતું કે અમે દરેક પ્રક્રિયાની કાળજીપૂર્વક તપાસ કર્યા પછી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી રહ્યા છીએ10:36 PM IST
અનંત સિંહ JDU માંથી ચૂંટણી લડશે, સંતોષ કુમાર મહતો જન સૂરજ છોડી VIP માં જોડાયા: બિહારના રાજકારણમાં હલચલ : બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી: નેતા અનંત સિંહે જાહેરાત કરી છે કે તેઓ નીતિશ કુમારની પાર્ટી તરફથી આગામી ચૂંટણી લડશે: આરજેડીએ ચૂંટણી પંચના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે શું કારણ છે કે વારંવાર વિનંતી કરવા છતાં, મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની યાદી શ્રેણીવાર અપાતા નથી 10:48 PM IST
કોલકાતા બળાત્કાર કેસની પીડિતાના પિતાએ આરોગ્ય સચિવ પર આરોપ લગાવ્યો: તેની ધરપકડની માંગ કરી : આરજી કર મેડિકલ કોલેજમાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં મૃતકના પિતાએ આરોગ્ય સચિવ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ પણ આ ગુનામાં સામેલ છે અને તેમની ધરપકડ થવી જોઈએ:તેમણે સીબીઆઈ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી 11:07 PM IST
NSA અજિત ડોભાલ રશિયા પહોંચ્યા: રાષ્ટ્રપતિ પુતિનને મળશે: સંરક્ષણ, સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ રશિયા પહોંચ્યા જ્યાં તેઓ તેમના રશિયન સમકક્ષ અને સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુને મળશે : ઓપરેશન સિંદૂર પછી ડોભાલની આ પહેલી મોસ્કો મુલાકાત 12:06 AM IST

સૂત્રોચ્ચાર....

અનોખી ઉજવણી.....

દેશના રક્ષક.....

દેશની આન.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતની શાળાઓમાં માળખાકિય સુવિધા માટે આર્થિક સહાય અપાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણયઃ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-૨. ૦ અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો નિર્ણય :ખૂટતા વર્ગખંડ બાંધકામ - વિશિષ્ટ ખંડોના નિર્માણ - નવા ટોયલેટ બ્લોક્સ - પીવાના પાણીની સુવિધા - દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા ૮૦:૨૦ના ધોરણે સહાય : ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે અમલ કરાશે :મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.૦ અન્વયે ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ૧૦ લાખથી ૧.૫૦ કરોડ સુધીની આર્થિક સહાય મળશે12:06 PM IST
"એક રાખી દેશ કે જવાનો કે નામ..."ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીની બહેનોએ સાડા ત્રણ લાખથી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો : મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિ : ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં ગુજરાતની સિદ્ધીની નોંધ લેવાઈ : મુખ્યમંત્રી સમક્ષ પ્રમાણપત્ર-એવોર્ડ પ્રસ્તુત કરવામાં આવ્યો4:36 PM IST
“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” : ગુજરાતભરમાં તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા”અભિયાનનું થશે ભવ્ય આયોજન: રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ૨ થી ૩ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે : જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે : તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાશે3:26 PM IST
પક્ષે મને માંગ્યા વગર ઘણું આપ્યું: ગોવિંદભાઈ પટેલ : પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જાહેરજીવનને પાંચ દાયકાથી પણ વધુ સમયના અનુભવો શેર કર્યા : ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી, જનતા મોરચો ચૂંટાયો અને રાજકીય કારકીર્દીને એક નવી દિશા મળી, વોર્ડ નં.૮ના એક અદના કાર્યકરથી શરૂઆત કરેલી, રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો, જેનું ઋણ ચુકવી શકાય તેમ નથી12:14 PM IST
ગુજરાતી ફિલ્મો માટે પારિતોષિક જાહેર: 40 કેટેગરી માટે પારિતોષિક અને પ્રોત્સાહક રકમ જાહેર કરાયા : વર્ષ 2023માં આવેલી ગુજરાતી ફિલ્મો માટે જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ : વિશાલ ઠક્કરને શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ: આલાપ દેસાઈને શ્રેષ્ઠ સંગીત, ગીતકાર તરીકે અશોક ચાવડાને એવોર્ડ જાહેર કરાયો8:47 PM IST
નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વપૂર્ણઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારીઓ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકોની એક દિવસીય સંયુક્ત પરિષદ : ગામતળ નીમ કરવાની પ્રક્રિયા તથા પ્લોટ ફાળવણી પ્રક્રિયાને વધુ સરળ-પારદર્શી બનાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ : ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુખ્ય સચિવ પંકજ જોશીની પ્રેરક ઉપસ્થિતિ : સતર્કતા સાથે સત્તાના જનસેવામાં સદુપયોગની ક્લેરિટી-સ્પષ્ટતા સાથે કાર્યરત રહીએ : ભુપેન્દ્રભાઈ પટેલ4:29 PM IST
લાંચ વિરોધી અભિયાનની મોટી સફળતા : સુરતમાં PSI ૪૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા : એસીબીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવ્યું : સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSI એમ.જી. લીંબોલા લાંચ કેસમાં સપડાયા : ગુનાની તપાસમાં આરોપીને ન મારવા અને વહેલા જામીન અપાવવા માટે લાંચ માંગી હતી : એસીબીએ રંગેહાથ ઝડપી પાડતા કાયદેસરની કાર્યવાહી શરૂ12:19 PM IST
ભુપેન્દ્રભાઈ પટેલના શિક્ષણ હિતલક્ષી નિર્ણયથી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાઓમાં વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી થશે, સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે : હાર્દિક પટેલ : આ મુદ્દે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી જેને સફળતા મળી 2:55 PM IST
લોકમેળામાં SDRF-NDRFની ટીમો તૈનાત રહેશે : પત્રકારો સમક્ષ કલેકટરની જાહેરાતઃ પાંચ વોચ ટાવરઃ સ્ટોલ અંગે મેળો હાઉસફુલઃ ર૦૭ સ્ટોલ વેચાયાઃ ૧ર સ્ટોલ સંસ્થાને આપી દેવાશે : ખ્યાતનામ કલાકારો અંગે પણ જાહેરાતઃ રાજકોટ સૌરાષ્ટ્રના પ૦ જેટલા ઉભરતા સીંગરોને ખાસ સ્ટેજ પરફોર્મન્સ માટે તક અપાશે : મેળામાં એઆઇ ટેકનોલોજીનો ઉપયોગઃ ક્રાઉડ ઉપર ખાસ વોચ રાખશે, મેળામાં મોટી રાઇડનું ઝડપી ઇન્સ્ટોલેશન કરવા હુકમો : આ વખતે લોકમેળામાં ૧પ લાખ લોકો ઉમટી પડે તેવો કલેકટર-પોલીસ તંત્રને આશાવાદ-૭૦ ટકા સ્ટોલ ધારકોને એલોટમેન્ટ લેટર અપાઇ ગયાઃ કાલે કલેકટર દ્વારા લોકમેળા મેદાનનું નિરિક્ષણ : ધાર્મિક દબાણો અંગે નિયમો મુજબ કાર્યવાહી થઇ રહી છેઃ દર મીટીંગમાં સમીક્ષા તથા દરેક પ્રાંતને આ બાબતે ખાસ સત્તા અપાઇ છે...2:45 PM IST
પક્ષે મને માંગ્યા વગર ઘણું આપ્યું: ગોવિંદભાઈ પટેલ : જુઓ વિડિયો : પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જાહેરજીવનના પાંચ દાયકાથી પણ વધુ સમયના અનુભવો શેર કર્યા : ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી, જનતા મોરચો ચૂંટાયો અને રાજકીય કારકીર્દીને એક નવી દિશા મળી, વોર્ડ નં.૮ના એક અદના કાર્યકરથી શરૂઆત કરેલી, રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો, જેનું ઋણ ચુકવી શકાય તેમ નથી2:18 PM IST
સૌરાષ્ટ્ર-કચ્છના હાર્દસમા રાજકોટને હાઇકોર્ટની સર્કિટ બેંચ મળવા ર૬ સભ્યોની કમીટી રચાઇ : મુંબઇના કોલ્હાપુર ખાતે નવી હાઇકોર્ટ બેંચ શરૂ કરવા ગેઝેટમાં પ્રસિધ્ધ થતા રાજકોટમાં ફરી સળવળાટ : બાર એસો.ની મળેલ બેઠકમાં પ્રમુખ પરેશભાઇ મારૂ દ્વારા શહેરના તજજ્ઞ એડવોકેટોની ટીમ બનાવાઇઃ સૌરાષ્ટ્ર-કચ્છની વિશાળ જનતાને સસ્તો-ઝડપી ન્યાય માટે રાજકોટમાં સર્કિટ બેંચ ફાળવવા સનિષ્ઠ પ્રયાસનો પ્રારંભ2:17 PM IST
આગામી ૧લી સપ્ટેમ્બરથી રાજકોટ સહિત દેશભરમાં રજીસ્ટર એડી બંધ : રોજ હજારો એડી-સ્પીડ પોસ્ટ થાય છેઃ અલગ મેઇનટેનન્સની કાર્યવાહી નહિ કરવી પડેઃ સરકાર ટુંકમાં જાહેર કરશે : સ્પીડપોસ્ટમાં મર્જર કરી લેવાશેઃ હાલ રજીસ્ટર્ડ એડીના રૂા. ૩૯ તો સ્પીડ પોસ્ટના રૂા. ૪૧ થાય છેઃ પોસ્ટમેન અને તંત્રને ફાયદો2:45 PM IST
ધ ફર્ન હોટેલના રૂમમાં પીસીબીનો દરોડોઃ દિલ્હી, રાજકોટના પાંચ વેપારી પત્તા ટીચતા પકડાયા : ૧.૪૭ લાખ રોકડા કબ્જે : અલગ અલગ સ્થળે જૂગારના ૪ દરોડામાં ૨૪ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડયા : તાલુકા પોલીસે મટુકી પાછળ વાડીમાં ઝાડવા નીચે જૂગાર રમતાં ૭ને, ડીસીબીએ યાર્ડ પાસેથી ૭ને અને થોરાળા પોલીસે શિવાજીનગરમાંથી ૦૫ને દબોચ્યાઃ કુલ ૨,૦૭,૩૦૦ની રોકડ અને ૧ા લાખના મોબાઇલ ફોન કબ્જે2:46 PM IST
નાનામવા સર્કલ કૈલાસ સોસાયટીમાં દેરાણી-જેઠાણી ફિનાઇલ પી ગયા : ભરણપોષણના કેસના સમાધાન મામલે ચાલતાં મનઃદુખનો ડખ્ખો વકર્યો :સિતાજી ટાઉનશીપમાં રહેતાં ચંદ્રિકાબેન પરમારે પતિ વિરૂધ્ધ કેસ કરેલો છેઃ કૈલાસ સોસાયટીમાં દેરાણી કુસુમબેનના ઘરે જતાં માથાકુટઃ ફિનાઇલ પાઇ દેવાયાનો આક્ષેપઃ દેરાણી કુસુમબેન પણ પી જતાં સારવારમાં3:11 PM IST
વિપુલનું અપહરણ કરી બેફામ ફટકારી ગોંધી રાખી ધમકી દેનારા પ્રતિક ચંદારાણા સહિત ૩ ઝડપાયા : ૧૦૦૦ની ઉઘરાણી માટે દસ દિવસ પહેલા ગાળાગાળી થઇ, ખાર રાખી ફટકારી અપહરણ કરી યાર્ડમાં, માનસરોવરના કારખાનામાં બેફામ ફટકાર્યો હતોઃ પ્રતિકની ૩૫ ગુનામાં સંડોવણી વિપુલને બેફામ ધોકાવી નગ્ન કરી યુવતિ સાથે સુવડાવી વિડીયો ઉતારી લીધો'તોઃ એક લાખ ન આપે તો વાયરલ કરવાની ધમકી દીધી હતીઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, આર. એમ. સાખરા સહિતે અન્ય આરોપીઓની શોધખોળ યથાવત રાખી3:12 PM IST
ધોરાજીમાં આરોપીએ લોકઅપ સળગાવવાનો પ્રયાસ કર્યો10:52 AM IST
કચ્છમાં લવ જેહાદ પ્રશ્ને ૧ મહિનાથી લડત ચલાવતા માતા પિતાની તબિયત લથડી: વિધર્મી યુવાન અને દીકરી હજી લાપતા : જુઓ વિડિયો : ૪ દિવસથી ભુજમાં ધરણા, ગઈ કાલે સમર્થનમાં સમસ્ત હિન્દુ સમાજે ભુજમાં યોજી હતી વિશાળ રેલી : દીકરીને પાછી મેળવવા પોલીસ કાર્યવાહીની માંગ સાથે માતા, પિતા, પરિવાર અને સમાજના લોકો ધરણા ઉપર બેઠા છે1:01 PM IST
સાવરકુંડલાના વીજપડીમાં બે બાળકોનું અપહરણ10:54 AM IST
દિવ્યાંગ ભાઈ-બહેનો "સોશિયલ મીડિયા વોર" ચલાવશે અને ન્યાય માંગશે : રેશ્મા પટેલ : વિદ્યાસહાયકની ભરતી અને સ્પેશ્યલ દિવ્યાંગ વિદ્યાસહાયકની ભરતીમાં સી કેટેગરી માટે કોઈ જગ્યા નથી, : સી કેટેગરીમાં દિવ્યાંગોની સંખ્યા પણ વધારે છે વર્ષોથી પરીક્ષા પાસ કર્યા છતાં હજુ સુધી નોકરી મળી નથી : આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણીનો ભાજપ સરકાર સામે આક્રોશ3:38 PM IST
ભાવનગરમાં છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા 1:41 PM IST
ભાવનગર પંથકમાં સિંહની પજવણી કરનાર આરોપી જેલહવાલે11:36 AM IST
૧૦મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ વિશેષ : સિંહ હંમેશાં ભવ્યતા, બહાદુરી અને સંસ્કારના પ્રતીક રહ્યા છે : માનવીય મૂલ્યો અને સિંહનું અતૂટ જોડાણ: રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, નૈતિક, આર્થિક, પર્યાવરણીય અને સામાજિક રીતે મનુષ્યો અને સિંહોમાં અનેક સામ્યતા : સિંહએ માત્ર શૌર્યતાનું પ્રતીક નહીં, સ્વસ્થ જૈવ પારિસ્થિતિક તંત્રની કરોડરજ્જુ સમાન : એશિયાઈ સિંહોના બીજા નિવાસસ્થાને બરડા ડુંગર ખાતે વિશ્વ સિંહ દિવસ ૨૦૨૫ની ગૌરવભેર ઉજવણી કરાશે : ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે1:11 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
અભી મેં હિન્દી મેં બોલું ક્યાં...કાજોલના નિવેદનથી હોબાળો : મરાઠી ભાષા વિવાદમાં જોડાયું નામઃ કાજોલનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છેઃ આ વીડિયોમાં પત્રકાર તેને હિન્દીમાં બોલવાનું કહે છે અને તે ગુસ્સે થઈ જાય છે કાજોલે વાતચીત મરાઠી અને અંગ્રેજીમાં ચાલુ રાખી અને ભવિષ્યમાં મરાઠી ફિલ્મ કરવાના પ્રશ્ન પર કહ્યું કે, જો સારી સ્ક્રિપ્ટ આવશે તો તે ચોક્કસ કરશે10:12 AM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































.jpg)






























































































































