<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

કચ્છની એકતાના સૂત્રને બાંધનારો દિવસ એટલે અષાઢી બીજ:કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા:નરેન્દ્રભાઈ

નવી દિલ્હી:નરેન્દ્રભાઈએ કચ્છી ભાષામાં કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવેલ કે,  "અષાઢી બીજ"  કચ્છવાસીઓ માટે મહત્વનો દિવસ છે.અષાઢી બીજના દિવસથી કચ્છી નવા વર્ષનો પ્રારંભ થયો છે. કચ્છની એકતાના સૂત્રને બાંધનારો દિવસ એટલે અષાઢી બીજ.

અંદાજે 800 વર્ષ પૂર્વે રાજાશાહીના શાસન દરમિયાન રાજાને લીલોતરી ગમતી અને તે વખતે અષાઢ મહિનામાં હરિયાળી થઈ જતા રાજાએ ત્યારથી આ દિન કચ્છી નવુ વર્ષ ઉજવવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો.દરિયાના સાગર ખેડુઓ હોય કે , ખેડૂતો , નવી ચીજ વસ્તુ કે કાર્યો પણ આજના દિનથી જ પ્રારંભ કરવામાં આવે છે વાસ્તુ તેમજ સંયોગની દ્રષ્ટિએ આ દિન શુભ હોઈ કચ્છવાસીઓ માટે મહત્વનો દિન છે. અષાઢી બીજના દિવસે હિન્દૂ - મુસ્લિમ સૌ કોઈ એકબીજાનું મોઢું મીઠું કરાવી નવા વર્ષની શુભકામના આપે છે.જિલ્લા મથક ભૂજ સહિત ક્ચ્છ જિલ્લામાં તેમજ જ્યાં જ્યાં કચ્છી વસે છે તે મુંબઈ સહિત વિશ્વમાં પણ નવા વર્ષની ભારે ઉત્સાહભેર ઉજવણી થાય છે.

(1:17 PM IST)