News of Sunday, 7th July 2024
ઉત્તર ભારતમાં લગભગ તમામ સ્થળોએ ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ
પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી : હવામાનની સ્થિતિ પર, દિલ્હીમાં IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું કે ચોમાસું સક્રિય તબક્કામાં છે. તેની અસરને કારણે આજે ઉત્તર ભારતમાં લગભગ તમામ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારું અનુમાન છે કે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દિલ્હીમાં આગામી 4-5 દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
