<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

તેલંગણમાં ટીચરની બદલી થઈ તો ૧૩૨ સ્‍ટુડન્‍ટ્‍સે પણ સ્‍કૂલ છોડીને શિક્ષકની નવી સ્‍કૂલમાં એડ્‍મિશન લીધું

હૈદ્રાબાદ,તા. ૮: તેલંગણમાંથી એક અજીબ કિસ્‍સો બહાર આવ્‍યો છે. એક ગામમાં પ્રાઇમરી સરકારી સ્‍કૂલમાં ભણાવતા ૫૩ વર્ષના ટીચર જે. શ્રીનિવાસની બદલી ૩ કિલોમીટર દૂર આવેલા બીજા ગામમાં થયા બાદ તેમની સ્‍કૂલમાં ભણતા ૧૩૨ સ્‍ટુડન્‍ટ્‍સે આ સ્‍કૂલમાંથી નામ કઢાવી નાખીને ટીચરની નવી સ્‍કૂલમાં એડ્‍મિશન મેળવ્‍યું છે. આમ આ સ્‍કૂલમાં સ્‍ટુડન્‍ટ્‍સની સંખ્‍યા ૨૫૦માંથી ૧૧૮ થઈ ગઈ છે.

પહેલી જુલાઈએ ટીચરની બદલી થયા બાદ માત્ર બે જ દિવસમાં એ સ્‍કૂલના આશરે ૧૩૨ સ્‍ટુડન્‍ટ્‍સનાં માતા-પિતાએ તેમનાં બાળકોને પણ બીજા ગામની એ સ્‍કૂલમાં ટ્રાન્‍સફર કરાવી દીધાં હતાં જયાં શ્રીનિવાસ સર ભણાવવાના છે. આ ટીચરની રમત-રમતમાં ભણાવવાની પદ્ધતિથી પ્રાઇવેટ સ્‍કૂલમાં ભણતા સ્‍ટુડન્‍ટ્‍સ પણ સરકારી સ્‍કૂલોમાં એડ્‍મિશન લેવા લાગ્‍યા હતા.

આ પ્રાઇમરી ટીચર જે નવી સ્‍કૂલમાં ગયા છે ત્‍યાં ૩૦ જૂન સુધી માત્ર ૨૧ સ્‍ટુડન્‍ટ્‍સ હતા, પણ હવે એની સંખ્‍યા વધીને ૧૫૩ સુધી પહોંચી છે. આ સ્‍કૂલમાં માત્ર શ્રીનિવાસ એક જ ટીચર છે.

(9:33 AM IST)