<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ફ્રાન્‍સમાં ચૂંટણી બાદ ભારે હિંસા, આગચંપી, અશ્રુવાયુ : એકિઝટ પોલમાં મુસ્‍લિમ વિરોધી પાર્ટીની હાર બાદ દેખાવકારો રસ્‍તાઓ પર

રવિવારની ચૂંટણી પછી એકિઝટ પોલમાં જમણેરી પક્ષની રાષ્‍ટ્રીય રેલી આヘર્યજનક રીતે પાછળ રહી ગયા બાદ સમગ્ર ફ્રાન્‍સમાં હિંસા ફાટી નીકળી છે : રાજધાની પેરિસ સહિત વિવિધ શહેરોમાં આગચંપીની ઘટનાઓ સામે આવી છે : દેશભરમાં એન્‍ટી રાઇટ પોલીસ તૈનાત કરવામાં આવી છે

પેરિસ તા. ૮ : ફ્રાન્‍સની સંસદીય ચૂંટણીમાં એક્‍ઝિટ પોલમાં ડાબેરી ગઠબંધનની લીડનો સંકેત આપ્‍યા બાદ રાજધાની પેરિસ સહિત દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. ફ્રાન્‍સના તેની પ્રથમ સખત-જમણેરી સરકાર બનાવવાના પ્રયત્‍નોને રવિવારે ચૂંટણીના બીજા રાઉન્‍ડ પછી આંચકો લાગ્‍યો હતો, જેમાં એક્‍ઝિટ પોલ્‍સે સૌથી વધુ બેઠકો જીતવા માટે ડાબેરી ગઠબંધનનો અંદાજ મૂક્‍યો હતો. પહેલા રાઉન્‍ડમાં લીડ મેળવનાર મરીન લે પેનની મુસ્‍લિમ વિરોધી નેશનલ રેલી પાર્ટી રવિવારની ચૂંટણી બાદ ત્રીજા સ્‍થાને હોવાનું કહેવાય છે. એક્‍ઝિટ પોલમાં રાષ્ટ્રપતિ ઈમેન્‍યુઅલ મેક્રોનની પાર્ટી બીજા સ્‍થાને હોવાનું કહેવાય છે. એક્‍ઝિટ પોલના પરિણામો સામે આવ્‍યા બાદ વિરોધીઓ રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા અને હિંસા શરૂ કરી હતી.

વીડિયો ફૂટેજ બતાવે છે કે માસ્‍ક પહેરેલા વિરોધીઓ આગ લગાવે છે અને શેરીઓમાં અરાજકતા ફેલાવે છે. હિંસાને જોતા દેશભરમાં રાયોટ પોલીસ મોકલી દેવામાં આવી છે. ફોક્‍સ ન્‍યૂઝના અહેવાલ મુજબ, ફ્રાન્‍સની ચૂંટણી પછીના એક્‍ઝિટ પોલમાં ડાબેરી ગઠબંધનની જીતની સંભાવના દર્શાવ્‍યા બાદ પેરિસમાં ઉજવણી અને હિંસા બંનેનું વાતાવરણ હતું. દૂર-ડાબેરી ગઠબંધનની અણધારી જીતના સમાચારની ઉજવણી કરવા પેરિસના પ્‍લેસ ડે લા રિપબ્‍લિકમાં હજારો લોકો એકઠા થયા હતા. તે જ સમયે, સત્તા મેળવવાની આશા રાખતા મરીન લે પેનની નેશનલ રેલીના સમર્થકો આ સમાચારથી આヘર્યચકિત થઈ ગયા.

આ દરમિયાન ફ્રાન્‍સના વિવિધ શહેરોમાંથી હિંસાના અહેવાલો આવવા લાગ્‍યા. વિવિધ સ્‍થળોએ પ્રદર્શનકારીઓ દ્વારા હિંસાના વીડિયો સામે આવ્‍યા છે. તે જ સમયે, દંગા વિરોધી પોલીસ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. અથડામણ વચ્‍ચે પોલીસે ઘણી જગ્‍યાએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે. બ્રિટિશ ટેબ્‍લોઇડ ધ સને તેના અહેવાલમાં જણાવ્‍યું છે કે તે જાણી શકાયું નથી કે વધતા તણાવ વચ્‍ચે રસ્‍તા પર ઉતરેલા દેખાવકારો કયા પક્ષના સમર્થક છે. અગાઉ એવી આશંકા હતી કે જો દક્ષિણપંથી જીતશે તો હિંસા ભડકી શકે છે.

(11:19 AM IST)