<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

પાકિસ્તાનમાં 2015ના ગુરદાસપુર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અલી રઝાને અજાણ્યા લોકોએ ઠાર માર્યો

આઈએસઆઈ ઓફિસર ઉપરાંત એક સિક્યુરિટી ગાર્ડને પણ ગોળી વાગી

પાકિસ્તાનના કરાચીમાં નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) અને ISI અધિકારી અલી રઝાને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અલી રઝા 2015માં ગુરદાસપુર આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ હતો. તેને હુમલાખોરોએ કરીમાબાદ, બ્લોક 1, કરાચીમાં ગોળી મારી હતી. આઈએસઆઈ ઓફિસર ઉપરાંત એક સિક્યુરિટી ગાર્ડને પણ ગોળી વાગી હતી અને ઈજા થઈ હતી. જોકે, બાદમાં તેને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર (JPMC)માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

   હુમલામાં માર્યા ગયેલા ISI અધિકારી અલી રઝાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), સાંપ્રદાયિક જૂથો અને ઉપ-રાષ્ટ્રીય જૂથોના સભ્યો વિરુદ્ધ પણ વ્યાપકપણે ઓપરેશન કર્યું હતું, CTDના વરિષ્ઠ અધિકારી રાજા ઉમર ખટ્ટાબે ડૉનને જણાવ્યું હતું. જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તે પોતાના બુલેટ પ્રુફ વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારબાદ બે શકમંદો મોટરસાઇકલ પર આવ્યા અને ભાગતા પહેલા અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને છાતી, ગરદન અને માથા પર અનેક ગોળીઓ વાગી હતી.

(12:35 PM IST)