<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

યોગી સરકાર નેપાળ સાથે સરહદો ઉપર ‘મિત્ર વન'નું સર્જન કરશે

૩૫ વનવિભાગોએ કરી જગ્‍યાઓની પસંદગી ૩૫ કરોડ વૃક્ષો વાવીને હરીયાળી વધારવાના પ્રયાસો

લખનૌ તા. ૮ : ઉત્તર પ્રદેશ સરકારે એક મોટી પહેલ કરીને પાડોશી દેશ નેપાળ સાથે મળીને સરહદો પર વૃક્ષારોપણ જન અભિયાન હેઠળ ‘મિત્રવન' વિકસીત કરવાની યોજનાની જાહેરાત કરી છે. ઓફીશ્‍યલ સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી.

મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથના આદેશ પર વન વિભાગ પાડોશી દેશ અને રાજયોની સાથે સમન્‍વય કરીને ૩૫ કરોડ વૃક્ષો વાવીને હરિયાળી વધારવાનું કામ કરી રહ્યો છે.

આના માટે ૩૫ વન પ્રભાગોએ જગ્‍યાઓ નક્કી કરી છે. સરહદ પર યુપીની જમીન પર વૃક્ષારોપણની સાથે જ વન વિભાગ આ મહાઅભિયાનમાં બીજા રાજ્‍યોના ગણમાન્‍ય લોકોને પણ સામેલ કરશે. આ અભિયાન હેઠળ યુપીના સરહદી જિલ્લાઓમાં વ્‍યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાશે. આ સંબંધમાં પાડોશી રાજ્‍યોની સરહદો નજીકના ૩૫ જીલ્લાઓમાં તૈયારીઓ થઇ રહી છે.

અપર મુખ્‍ય વન સંરક્ષક પી.પી.સિંહે જણાવ્‍યું કે, વૃક્ષારોપણ જન અભિયાન-૨૦૨૪ હેઠળ બિહાર, ઉત્તરાખંડ, દિલ્‍હી, છત્તીસગઢ, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન સહિત યુપીની સરહદ સાથે જોડાતા બધા રાજ્‍યોની આસપાસ ‘મિત્ર વન' સ્‍થાપિત કરાશે. મુખ્‍યમંત્રી યોગીના આદેશ પર નર્સરીઓમાં ૩૫ કરોડ રોપાઓ વૃક્ષારોપણ માટે તૈયાર કરી લેવાયા છે.

(1:30 PM IST)