<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th July 2024

અનંત-રાધિકાની હલ્દી સમારોહમાં સુરોની મહેફિલ જામશે: ઉદિત નારાયણ-રાહુલ વૈધ આપશે પર્ફોમન્સ

આ સમારંભ પરંપરા, સંગીત અને ઉજવણીનું અદ્ભુત મિશ્રણ હશે: પ્રખ્યાત ગાયકની હાજરી ઇવેન્ટને વધુ અદભૂત બનાવશે

મુંબઈ : રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની વિધિઓ અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં ધામધૂમથી યોજાવા જઈ રહી છે. હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ એ કપલના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો એક ભાગ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રાહુલ વૈદ્ય અને ઉદિત નારાયણ આ ઈવેન્ટમાં પરફોર્મ કરશે. હલ્દી સમારોહ સાંજે એન્ટિલિયામાં થશે, જે હાજર તમામ લોકો માટે યાદગાર અનુભવ બની રહેશે.

રાહુલ વૈદ્ય અને ઉદિત નારાયણના પર્ફોર્મન્સ સાથે, આ સમારંભ પરંપરા, સંગીત અને ઉજવણીનું અદ્ભુત મિશ્રણ હશે. જેમ જેમ અંબાણી પરિવાર ભવ્ય પ્રસંગની તૈયારી કરી રહ્યો છે તેમ પ્રખ્યાત ગાયકની હાજરી ઇવેન્ટને વધુ અદભૂત બનાવશે, જે રાધિકા, અનંત અને તેમના તમામ મહેમાનો માટે યાદગાર અનુભવ બની જશે.

રિપોર્ટ્સ અનુસાર, આ હલ્દી સેરેમનીમાં ઉદિત નારાયણ અને રાહુલ વૈદ્ય પરફોર્મ કરશે. આજે 8મી જુલાઇના રોજ આ હલ્દી સમારોહને વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફંક્શન પરંપરા અને સંગીતનું મિશ્રણ હશે, જેમાં રોમેન્ટિક ગીતો સાથે ક્લાસિક બોલિવૂડ હિટ અને ડાન્સ નંબર્સ પરફોર્મ કરવામાં આવશે.

અહેવાલ છે કે હલ્દી સેરેમનીમાં 'મહેંદી લગા કે રખના', 'બોલે ચૂડિયા' જેવા ગીતો પર પણ પરફોર્મન્સ આપવામાં આવશે. કપલની પ્રી-વેડિંગ પાર્ટીની જેમ, આ હલ્દી સેરેમની પણ ખૂબ જ ભવ્ય બનવા જઈ રહી છે, ત્યારબાદ રાધિકા અને અનંત અંબાણી 12 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં ખૂબ જ ધૂમધામથી લગ્ન કરશે.

આ પહેલા અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલા ફંક્શનમાં અંબાણી પરિવારની જાહોજલાલી જોવા મળી હતી. સંગીત સમારોહના સ્થળથી લઈને સજાવટ સુધી બધું જ વૈભવી હતું. આ ખાસ અવસર પર દરેક લોકો અલગ-અલગ લુકમાં જોવા મળ્યા હતા. કેટલાકે વાસ્તવિક સોનાથી જડેલા કપડા પહેર્યા હતા, જ્યારે કેટલાક હીરાના હાર પહેરેલા જોવા મળ્યા હતા.

(12:07 AM IST)