તા. ૩૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૪ શનિવાર
News of Wednesday, 10th July 2024
અનંત-રાધિકાનાં લગ્નમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી

નવી દિલ્હી,તા. ૧૦: મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતની જ નહીં, દુનિયાની મોટી-મોટી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવાઈ રહ્યું છે કે મોદીની ટીમ તરફથી કન્ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં નથી આવ્યું. વેન્યુમાં તેમની હાજરીને લઈને સિક્યોરિટી પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અંબાણી ફેમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોને ગોલ્ડ અથવા સિલ્વર કોઇન મોકલવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોને ડાયમન્ડ જવેલરીની ગિફટ મોકલવામાં આવી હતી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
