<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

જમ્મુમા શહિદ જવાનોને પૂ. મોરારિબાપુની શ્રધ્ધાંજલી : આર્મી વેલફેર ફંડમા ૭૫,૦૦૦ નું અનુદાન : ઉન્નાવ દુર્ઘટનામા મૃતકોના પરિવારજનોને સહાય

રાજકોટ તા.૧૦ :  જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ દ્વારા સર્ચ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા છે.  પૂ. મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને વંદન કર્યા છે અને એમની શ્રધ્ધાંજલિ પાઠવી છે.  પૂજ્ય મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા તમામ જવાનો માટે આર્મી વેલફેર ફંડમા ૭૫,૦૦૦ નું અનુદાન અર્પણ કર્યું છે.  

  અન્ય એક બનાવમાં બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસને ઉન્નાવ નજીક ભયંકર અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત નિપજયા છે. આ ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે જે સેવા ઉતરપરદેશના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(12:56 PM IST)