<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ઉત્તરાખંડના મેંગ્લોરમાં મતદાન દરમિયાન ઘર્ષણ : 2 કલાક સુધી મતદાન બંધ રાખવું પડ્યું

હરિદ્વારના રૂરકીમાં મેંગલોર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન લિબરહેડી ગામમાં અથડામણ

નવી દિલ્હી : આજે દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે આજે હરિદ્વારના રૂરકીમાં મેંગલોર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન લિબરહેડી ગામમાં અથડામણ થઈ હતી, પોલીસ દળ સ્થળ પર તૈનાત છે. 2 કલાક બાદ જ મતદાન સુચારુ રીતે શરૂ થઈ શક્યું હતું.

  દરમિયાન એસપી રૂરલ સ્વપન કિશોરનું કહેવું છે કે સામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ રહી છે.

(1:12 PM IST)