<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

બમ બમ ભોલેઃ અમરનાથ યાત્રાના ૧૧ દિ'માં જ ર લાખ ભાવિકોએ બાબાના દર્શન કર્યા

 

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૧૦: આ વખતે અમરનાથ યાત્રાના પ્રથમ ૧૧ દિવસમાં જ બે લાખ ભક્‍તોએ દર્શન કરી નવો રેકોર્ડ બનાવ્‍યો છે. તેવામાં આશા સેવાઈ રહી છે કે અમરનાથ યાત્રા આજ સુધીનો સૌથી મોટો રેકોર્ડ કાયમ કરી કરશે. જો બધું સામાન્‍ય રીતે ચાલતું રહેશે તો.

જો કે અમરનાથ યાત્રાનો સૌથી વધુ શ્રદ્ધાળુઓનો સામેલ થવાનો રેકોર્ડ વર્ષ ૨૦૧૧ માં બન્‍યો હતો. જે રેકોર્ડ ૬.૫ લાખનો છે. જોકે હવે જમ્‍મુ સંભાગમાં આતંકી હુમલા ઉપરાંત તંત્ર ને અમરનાથ શ્રદ્ધાળુઓની ચિંતા સતાવવા લાગી છે. કેમકે હવે જાસૂસી અધિકારી પણ ચેતવા લાગ્‍યા છે. અમરનાથ યાત્રા આતંકી હુમલાથી મુશ્‍કેલીમાં મુકાઈ શકે છે.

હવામાન આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન સારું રહ્યું છે જેના કારણે તંત્રને એક જ લક્ષ્ય ઉપર ધ્‍યાન દેવાની જરૂર હતી અમરનાથ યાત્રામાં વધુમાં વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે. તંત્ર દરરોજ ૨૦ થી ૨૫૦૦૦ શ્રદ્ધાળુઓને દર્શન માટે રવાના કરે છે. આ વખતે યાત્રા ૫૨ દિવસની છે અને હજી યાત્રા સમાપ્ત થવામાં ૪૧ દિવસ બાકી છે. ત્‍યારે પ્રશાસનની ચિંતા ૪૧ દિવસ સુધી ભાવિકોમાં ઉત્‍સાહ ભરી રાખવાની છે. કેમકે સામાન્‍ય રીતે જ જોવા મળે છે કે અમરનાથ યાત્રાના પ્રતિક હિમલીંગના પીગળ્‍યા બાદથી યાત્રા એકદમ શુષ્‍ક થઈ જાય છે.વર્ષ ૨૦૦૭થી લઈને વર્ષ ૨૦૧૯ ના આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ ૨૦૧૬ માં જ્‍યારે હિઝબુલ મુજાહિદ્દીનના પોસ્‍ટર બોય બુરહાન વાની ઠાર મરાયેલ ત્‍યારે લગભગ ૨.૨૦ લાખ ભાવિક યાત્રામાં સામેલ થયા હતા.

જ્‍યારે આヘર્યજનક વાત છે કે વર્ષ ૨૦૦૮માં અમરનાથ ભૂમિ આંદોલન દરમિયાન બે મહિના સતત આંદોલન, હડતાલ અને કફર્યુ લાગુ રહેલ ત્‍યારે પણ સરકારી આંકડાઓ મુજબ સાડા પાંચ લાખ ભાવિકોએ બાબાના દર્શન કર્યા હતા. ૨૦૦૭ થી લઈને ૨૦૧૯ સુધીના આંકડાઓમાં આ વર્ષે ૧૧ દિવસના આંકડા છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ જરૂર તોડ્‍યો છે.અમરનાથ શ્રાઇન બોર્ડના અધિકારીઓને આશા હતી કે બધું બરાબર રહ્યું તો આ વખતે યાત્રા એક નવો રેકોર્ડ બનાવશે.

 

લઘુતમ વેતનના પ્રશ્‍ને રાજકોટ જીલ્લાની હજારો

આશાવર્કર બહેનોની બેમુદતી હડતાલ યથાવત

બે દિ' પહેલા  કલેકટર  કચેરીએ  દેખાવો  યોજી આવેદન પાઠવાયું હતું

રાજકોટ તા. ૧૦: રાજકોટ જીલ્લાની હજારો આશાવર્કર બહેનોએ લઘુતમ વેતનનો પ્રશ્‍ન સરકારે નહિ ઉકેલતા શરૂ કરેલ બેમુદતી હડતાલ આજે પણ યથાવત હોવાનું અને ૩ હજાર જેટલી બહેનો હડતાલ પર હોવાનું આશાવર્કર બહેનોના આગેવાન આશાબેને આજે ‘‘અકિલા''ને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું.

તેમણે જણાવેલ કે બે દિ' પહેલા કલેકટરને પણ આવેદનપત્ર પાઠવી આશાવર્કર બહેનોએ રજૂઆતો કરી હતી, સરકારે હજુ કોઇ નિર્ણય લીધો નથી, તેમણે રજુઆતમાં કરેલ માંગણીઓમાં સગર્ભા માતાની તપાસમાં ૪૦૦ રૂા. જે મળતા હતા તે બંધ કરી દેવાયા, તે સરકારે ચાલુ કરવા વિનંતી છે, તેમજ પીએમ એમએફવાય તથા, પીએમજેએવાયમાં કાર્ડ અંગે પણ ર૦ર૧ થી મહેનતાણું મળેલ નથી.

આશાવર્કર બહેનોએ કલેકટરને આવેદન પાઠવ્‍યું તેમાં જણાવેલ કે, વાડી વિસ્‍તારના ફેમેલી હેલ્‍થ સર્વે તેમજ રસીકરણનું મહેનતાણું ચુકવવા સોનોગ્રાફીની બે તપાસમાં આશા સાથે જાય છે. તો તેમનું મહેનતાણું ચુકવવું, તમામ આશાબેનો, આશા ફેસિલીટર બેનોના ફિકસ ટાઇમ નકકી કરવો. આશા ફેસિલિટર બેનોના TA પ્રથા બંધ કરો.

જેટલું ઇન્‍સેટીવ મળે છે. તેટલું જ કામ કરવામાં આવશે. વધારાના રજીસ્‍ટરો બંધ કરો, અમે આશા ડાયરીમાંજ લખશું ઓન લાઇન કામગીરી બંધ કરવી, તેમ માંગણી કરાઇ હતી.

(2:32 PM IST)