તા. ૨૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧ શુક્રવાર
News of Wednesday, 10th July 2024
અનંત રાધિકાના લગ્ન :વિદેશી મહેમાનો માટે પ્રાઈવેટ જેટ લગ્નની પળોને કેદ કરશે લૉસ એન્જિલ્સના ટોપ ફોટોગ્રાફર
બોલિવુડથી લઈને રાજકારણ, સ્પોર્ટસ, બિઝનેસ અને વિવિધ ક્ષેત્રે સાથે સંકળાયેલી મોટી હસ્તીઓને આમંત્રણ

મુંબઈ : અનંત-રાધિકાના લગ્નનો સમારોહ 12 જુલાઈએ જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. આ સમારોહ ત્રણ દિવસ ચાલશે. ત્યારે આ લગ્નના આ જશ્નમાં સામેલ થવા જઈ રહેલા મહેમાનોનું લિસ્ટ આવી ગયું છે. બોલિવુડથી લઈને રાજકારણ, સ્પોર્ટસ, બિઝનેસ અને વિવિધ ક્ષેત્રે સાથે સંકળાયેલી મોટી હસ્તીઓ સામેલ થશે.
મુકેશ અંબાણીએ આ ગ્રાન્ડ વેડિંગ ફંક્શનને યાદગાર બનાવવા માટે લૉસ એન્જિલ્સથી ટોપ લેવેલના ફોટોગ્રાફર અને કેમેરામેનને બોલાવ્યા છે. વિદેશથી આવનારા વ્યક્તિઓ માટે પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બિઝનેસ ટુડેની રિપોર્ટ અનુસાર અંબાણીની આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનથી લઈને કિમ કર્દાશિયા સુધીના મેકઅપ આર્ટિસ્ટ સુધીના લોકો સામેલ થશે. આ ગ્રાન્ડ ફંક્શનમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન સહિત રણબીર કપુર, આલિયા ભટ્ટ, અર્જુન કપુર, કરીના કપુર, જાહ્નવી કપુર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપુર, વિક્કી કૌશલ જેવા બોલિવુડ સિતારાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સાથે લગ્નના ફંક્શનમાં ભાજપના નેતાઓ પણ નજરે પડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓ અનંત-રાધિકાને આશિર્વાદ આપવા પધારશે.
રિપોર્ટ પ્રમાણે અમેરિકી રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયનના મેકઅપ આર્ટિસ્ટ, મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે અને હેર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટનને પણ લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે. દિગજ્જ ફુટબોલર ડેવિડ બેકહમ અને તેમની વિક્ટોરિયા બેકહમ, કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકી સિંગર લાના ડેલ રે અને Adele પણ આ ભવ્ય લગ્નના સમારોહમાં જોવા મળશે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
