<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સુરત પોલીસ દ્વારા ૩૦ વર્ષ જૂના ૨૪૦૦ અપરાધીઓની તૈયાર થયેલ ક્રાઇમ કુંડલીમાં (ડોઝિયર) AI ટેકનોલોજીનો ઉપયોગ થયો છે : બોમ્‍બ બ્‍લાસ્‍ટ, બનાવટી નોટો, હથિયાર હેરફેર સ્‍લીપર સેલ, જાસૂસી કાર્ય કરનારના જુના નવા ફોટાઓ તમામ એન્‍ગલથી લેવામાં આવેલ છે, હાલમાં કેટલી મિલકત છે? એ ટુ ઝેડ માહિતી સામેલ છે...પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની પત્રકારો સાથે વાતચીત : ત્રણ દશકાની ગાથાઓમાં તેના મદદગારી, મિત્રો, મિલકતો, રાજ્‍ય બહાર શું કરે છે? આ બધી બાબતો ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયા સહિતના ડીસીપી કાર્યરત છે, sog ડીસીપી રાજદીપસિંહ નકુમને નોડલ ઓફિસર તરીકે પસંદ કરી મહત્‍વની જવાબદારી આ અભિયાનમાં આપવામાં આવી છે2:08 PM IST

નશાખોર નરેશભાઇ વ્‍યાસને પુત્ર-પત્‍નિએ પતાવી દીધા : નશેડી દિકરાને પિતાએ પતાવી દીધાની આટકોટની ઘટના તાજી છે ત્‍યાં રાજકોટમાં આવા જ કારણે હત્‍યાઃ કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટરમાં બનાવ : ૫ંચાવન વર્ષના પ્રોૈઢ મોજા-કટલેરીની ફેરી કરતાં હતાં: પચ્‍ચીસેક વર્ષથી પીવાની ટેવ હોઇ વારંવાર ડખ્‍ખા કરતાં હોઇ રાતે પણ છરી હાથમાં રાખી પત્‍નિ સાથે માથાકુટ કરતાં હતાં ત્‍યારે પુત્ર તૂટી પડયોઃ ભક્‍તિનગર પોલીસે માતા-પુત્ર બંને સામે ગુનો નોંધી અટકાયત કરીઃ હત્‍યાનો ભોગ બનનારના બહેનની ફરિયાદ પરથી કાર્યવાહી : દારૂના દૈત્‍યને કારણે વધુ એક પરિવારનો માળો વીખેરાયો : રાજકોટમાં વધુ એક હત્‍યાઃ ભક્‍તિનગર પોલીસે આરોપી માતા-પુત્રને સકંજામાં લીધાઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવે ઘટના સ્‍થળે પહોંચી તપાસનીશ ટીમને સુચના આપી3:03 PM IST

મુરગા ગેંગના વધુ બે યુપીથી અને હથીયાર સાથે એક રાજકોટથી ઝડપાયોઃ મંગળા રોડ પર માફી માંગી : એસઓજી-ક્રાઇમ બ્રાંચે અત્‍યાર સુધીમાં બંને ગેંગના મળી ૩૦ને પકડયા : પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ ધાસુરા, કિશોરભાઇ ઘુઘલ, અમિતભાઇ ટુંડીયા સહિતે યુપીની નેપાળ બોર્ડરે પહોંચી જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપીના ઇશરાકઅલી ઉર્ફ પુતન અને સલમાન ફકીરને દબોચ્‍યાઃ મુરગાને પિસ્‍તોલ આપનાર મોહસીન ઉર્ફ ભેંસને પિસ્‍તોલ સાથે પકડી લેવાયોઃ પેંડા ગેંગનો વધુ એક નિતીનદાન ગઢવી પણ ઝડપાયોઃ આ ચાર અને શાહનવાઝની ઘટના સ્‍થળે પુછતાછ : નેપાળ બોર્ડરના યુપીના ગામમાં ગુનેગારો ખેતરના વાડમાં છુપાઇ જાય છેઃ તેમાં પોલીસ પણ જઇ શકતી નથીઃ રાજકોટ એસઓજીની સાથે ગેંગનો એક સભ્‍ય હોવા છતાં ત્‍યાંના પહેરવેશ મુજબ વેશપલ્‍ટો કરવો પડયો હતો2:31 PM IST