News of Wednesday, 10th July 2024
IRS અધિકારીએ પોતાનું નામ અને લિંગ બદલાવ્યું : ભારતીય સિવિલ સેવાના ઈતિહાસમાં પ્રથમ ઘટના
IRS અધિકારી એમ. અનુસુયા પોતાનું નામ અને લિંગ બદલાવીને એમ અનુકતિર સૂર્યા બન્યા

નવી દિલ્હી : ભારતીય સિવિલ સેવાના ઈતિહાસમાં પ્રથમ વખત સરકારી અધિકારીના નામ અને લિંગને સત્તાવાર રીતે બદલવાની મંજૂરી આપવામાં આવી છે. IRS અધિકારી એમ. અનુસુયા પોતાનું નામ અને લિંગ બદલાવીને એમ અનુકતિર સૂર્યા બન્યા છે.
અનુસૂયા હૈદરાબાદમાં કસ્ટમ્સ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની ઓફિસમાં જોઇન્ટ કમિશનર તરીકે પોસ્ટેડ છે. હાલ તે 35 વર્ષના છે. 2013ની બેચના IRS અધિકારી અનુસુયાએ નાણા મંત્રાલયને એક અરજી કરી હતી.જેમાં તેમણે પોતાનું નામ અને લિંગ બદલવા માટે અરજી કરી હતી. જેમાં તેમણે મિસ અનુસુયાથી પોતાનું નામ મિસ્ટર અનુકતિર સુર્યા કરવા માંગ કરી હતી. સાથે જ પોતાની લિંગ જાતિ મહિલાથી પુરુષ કરવા જણાવ્યું હતું.
સુર્યાના લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર તેમણે પોતાના કરિયરની શરૂઆત 2013માં ચેન્નઈથી કરી હતી. જ્યાં તેઓ આસિસ્ટન્ટ કમિશનરના પદ પર હતા. ત્યારબાદ વર્ષ 2018માં તેઓ નાયબ કમિશ્નર તરીકે ફરજ બજાવી. ગયા વર્ષે તેમણે હૈદરાબાદમાં જોઇન્ટ કમિશનર તરીકે કામગીરી શરૂ કરી.
IRSના વરિષ્ઠ અધિકારીઓએ તેને પ્રગતિશીલ પગલું ગણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકારનો આ નિર્ણય સરકારીઓ નોકરીઓમાં લિંગ સમાનતામાં એક સકારાત્મક પગલું છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
