<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

દિલ્હી, યુપી અને બિહારમાં ભારે વરસાદ :આસામમાં પૂરથી ચિંતા વધી:ગોવામાં રેલવેના પૈડા થંભી ગયા

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાલયન ક્ષેત્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે

 હવામાન વિભાગે કહ્યું કે ગુરુવારે પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. IMD દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ 12 જુલાઈથી સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાલયન ક્ષેત્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું કે ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.

  IMDના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું કે બંગાળની ખાડીમાં હજુ પણ ચોમાસાનું નીચું દબાણ યથાવત છે, જેના કારણે ઉત્તર ભારતમાં ભેજ છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી સમયમાં ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં વધુ ભારે વરસાદની સંભાવના છે. સેન અનુસાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

  હવામાન વિભાગે કહ્યું કે બુધવારે પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. સેન અનુસાર, બિહારમાં ભારે વરસાદનો ક્રમ ગુરુવાર સુધી ચાલુ રહી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે 12 જુલાઈથી સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. IMDના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાલયન ક્ષેત્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

  MDએ કહ્યું કે ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે અરબી સમુદ્રમાંથી પણ ભેજ દેશમાં આવી રહ્યો છે. સેન અનુસાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે આ ભેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આજે પણ આ બંને રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. તેમણે વધુમાં કહ્યું કે શુક્રવારે પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ વધશે.

 સેને  કહ્યું કે હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના પછી વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે.

 રાજધાનીમાં મંગળવારે આ ચોમાસાનો બીજો સારો વરસાદ થયો હતો. હવામાન વિભાગે દિલ્હી-NCR માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, ગુરુવાર અને શુક્રવારે પણ રાજધાનીમાં સારા વરસાદની અપેક્ષા છે.

(11:01 PM IST)