News of Thursday, 11th July 2024
સ્વતંત્ર પેલેસ્ટાઇનના સુત્રો પોકારનાર વિદ્યાર્થીનીની અટકઃ યુએઇમાંથી તડીપાસ

નવી દિલ્હી,તા.૧૧: ગ્રેજ્યુએશન સેરેમની દરમ્યાન ‘સ્વતંત્ર પેલેસ્ટાઇન'ના નારાઓ લગાવવા બદલ મુસ્લીમ રાષ્ટ્ર સંયુકત આરબ અમિરાતે યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીને દેશ નિકાલ કરી છે.
પેલેસ્ટાઇન તરફી નારાઓ લગાવ્યા બાદ, સ્થાનિક સત્તાવાળાએ વિદ્યાર્થીની આઇશા અહમદની કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના આરોપસર ધરપકડ કરી હતી.તેણીને દેશનિકાલ કરવાની જાણ કર્યા પહેલા આખી રાત પુછપરછ માટે રોકી રખાઇ હતી.રિપોર્ટ છે કે મુસ્લીમ રાષ્ટ્ર સંયુકત આરબ અમિરાત ઇઝરાયેલને તેના દ્વારા અપાયેલ રાજદ્વારી માન્યતા વચ્ચે સમતુલા જાળવવાના પ્રયાસો કરી રહ્યું છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
