News of Thursday, 11th July 2024
એએસપી સાંસદ આઝાદે દલીત બાદ મુસલમાનનો મુદ્દો ઉઠાવ્યો : કોંગ્રેસ-સપામાં ચિંતા
યુપીમાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે

લખનૌ, તા. ૧૧ : યુપી ધારાસભાની પેટા ચૂટણી પહેલા આઝાદ સમાજ પાર્ટી (એએસપી) સાંસદ ચંદ્રશેખર આઝાદ મોટી ગોઠવણમાં છે. તેમનો રાજકીય દાવ ભાજપથી કયાંય વધુ સપા અને કોંગ્રેસનો માથાનો દુઃખાવો બની શકે છે. આ બન્નેના લોકસભામાં સારા પ્રદર્શનથી એએસપીએ પોતાની રણનીતિ બદલી છે.
એએસપીના આઝાદ દલીત બાદ મુસલમાનનો મુદ્દો ઉઠાવતા લાગતા સપા-કોંગ્રેસનું ટેન્શન વધ્યું છે. હાલમાં જ તેમણે આઝમ ખાન અને ઇદની નમાઝનો મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આ મુદ્દાથી મુસ્લીમ વોટબેંકમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
