<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

દેશના ૪ રાજ્‍યોમાં ચોમાસુ બન્‍યું આફત : અત્‍યાર સુધીમાં કુલ ૧૮૨ના મોત

ભૂસ્‍ખલનથી રસ્‍તાઓ બંધ : હજારો યાત્રી ફસાયા

નવી દિલ્‍હી તા. ૧૧ : દેશમાં ચોમાસાને કારણે અનેક રાજયોમાં સારો એવો વરસાદ પડ્‍યો છે તો ઘણા માટે આ ચોમાસુ આફત બની ગયું છે. અત્‍યાર સુધીમાં યુપીમાં ૫૨, બિહારમાં ૧૬, આસામમાં ૯૨ અને હિમાચલ પ્રદેશમાં ૨૨ લોકો વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચૂક્‍યા છે.ᅠ

ઉત્તરપ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્‍યાએᅠ આકાશથી વીજળી પડવાને લીધે ઘણાં લોકોએ જીવ ગુમાવ્‍યાની માહિતી મળી છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્‍ખલન થયા બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના લીધે ૩૦૦૦થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે. ઉત્તરાખંડના હલ્‍દવાની, બનબસા, સિતારગંજ, ખટીમા અને ટનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ચૂકી છે. કાટમાળને કારણે ૨૦૦થી વધુ રોડ ઠપ થઇ ગયા છે.ᅠ

બીજી બાજુ બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિત અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગોપાલગંજ, બેતિયા, બગહામાં પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. બુધવારે જ વીજળી પડવાને કારણે ૪ લોકો બિહારમાં મૃત્‍યુ પામી ગયા હતા જયારે ૬ ઈજાગ્રસ્‍ત થયા હતા.ᅠજયારે આસામની વાત કરીએ તો બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં જળસ્‍તર વધી ગયું છે. હાલ તે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જોકે તેમ છતાં પ્રદેશમાં પૂરની સ્‍થિતિ સુધરી છે. ૨૬ જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્‍યા ૧૭ લાખ થઈ ચૂકી છે. વધુ ૭ લોકોના મૃત્‍યુ સાથે આ આંકડો ૯૨ સુધી પહોંચી ગયો છે.ᅠ

પર્વતીય રાજય હિમાચલમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન છે. છેલ્લા ૨ અઠવાડિયામાં ૨૨ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર ૨૭ જૂને રાજયમાં ચોમાસું પહોંચી ગયું હતું. ત્‍યારથી અત્‍યાર સુધીમાં વરસાદને કારણે ૧૭૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, અત્‍યાર સુધી મંડી જિલ્લામાં ૫ મુખ્‍ય માર્ગો, શિમલામાં ૪ અને કાંગડામાં ત્રણ રસ્‍તા ભૂસ્‍ખલનના કારણે બંધ થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતમાં ૨૨૩ મીમી વરસાદ નોંધાયો છે. આ રાજયમાં કુલ વરસાદના ૨૫ ટકા છે.

યુપીમાં ઘણી નદીઓ જોખમી સ્‍તરે પહોંચી ગઈ છે. સરયૂ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા હતા. લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ૧૨૫થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. બુધવારે રાજયમાં વરસાદ પડ્‍યો ન હતો પરંતુ વીજળી પડવાથી ૫૨ લોકોના મોત થયા હતા.

(3:43 PM IST)