તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 11th July 2024
સુપ્રીમ કોર્ટમાં મનિષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી મોકૂફ
૧૫ જુલાઇએ થશે જામીન અરજી પર સુનાવણી :જામીન અરજી પર સુનાવણી કરવાના કેસથી જજ અલગ થયા : મનિષ સિસોદિયાની ગયા વર્ષે થઇ હતી ધરપકડ

નવી દિલ્હી, તા.૧૧
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. ૧૧ જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. તે લગભગ ૧૬ મહિનાથી જેલમાં છે અને તેણે ઘણી વખત જામીન માટે અરજી કરી છે. વાસ્તવમાં, દિલ્હી લિકર પૉલિસી કેસમાં ધરપકડ કરાયેલ સિસોદિયાની અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયાધીશે પોતાને તેનાથી અલગ કરી દીધા છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કુમારે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ વિરૃદ્ધ મની લોન્ડરિંગ અને દારૃ નીતિ મામલે ભ્રષ્ટાચારના મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે. સિસોદિયાએ આ કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના, સંજય કરોલ અને સંજય કુમાર આ કેસની સુનાવણી કરવાના હતા, પરંતુ કુમારે તેમાંથી પોતાને દૂર કરી દીધા હતા.
સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે મનીષ સિસોદિયાની અરજીની સુનાવણી અન્ય બેન્ચ દ્વારા કરવામાં આવશે, જેમાં જસ્ટિસ સંજય કુમાર ભાગ નહીં હોય. કોર્ટમાં કેસની સુનાવણી થતાં જ જસ્ટિસ ખન્નાએ કહ્યું, - *અમારા ભાઈને થોડી સમસ્યા છે. તેઓ અંગત કારણોસર કેસની સુનાવણી કરવા માંગતા નથી.* આના પર આમ આદમી પાર્ટી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ બેન્ચને આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરી હતી. ED અને CBI બંનેએ દારૃ નીતિ મામલે મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આનો ઉલ્લેખ કરતા સિંઘવીએ કહ્યું કે બંને કેસમાં હજુ સુનાવણી શરૃ થઈ નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીજી બેંચ ૧૫ જુલાઈએ જામીન અરજી પર સુનાવણી કરશે. આ રીતે મનફષ સિસોદિયાની જામીન અરજી પર ૧૫ જુલાઈએ સુનાવણી થવાની છે.
વરિષ્ઠ આમ આદમી પાર્ટી નેતા મનિષ સિસોદિયાને CBI દ્વારા ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી દારૃ નીતિ કેસની તપાસ કરી રહેલી ઈડ્ઢએ મની લોન્ડરિંગ કેસમાં ૯ માર્ચ, ૨૦૨૩ ના રોજ મનિષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સીબીઆઈની ધરપકડના બે દિવસ બાદ એટલે કે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
