<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

જજ તમે છો કે હું?: NEET પેપર લીક કેસમાં વકીલ પર કેમ ભડક્યા ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ

CJIએ કહ્યું કે બુધવારે રજા છે, તેથી મામલાની આગામી સુનાવણી હવે ગુરુવારે એટલ કે 18 જુલાઈએ થશે.

નવી દિલ્હી :NEET યૂજી પરીક્ષા 2024માં થયેલા પેપર લીક મામલે આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચે આજે સુનાવણી બાદ મામલાને 18 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે. કેટલાંક સંબંધિત પક્ષોએ કેન્દ્ર સરકાર અને NTA દ્વારા કોર્ટમાં દાખલ એફિડેવિટ નહીં મળવાને કારણે આ મામલાની સુનાવણી સ્થગિત કરી છે. આ દરમિયાન જ્યારે CJI ઓર્ડર લખાવી રહ્યાં હતા ત્યારે કોર્ટ રૂમમાં કંઈક એવું થયું કે ચીફ જસ્ટિસ ભડકી ગયા.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આ પરીક્ષાને રદ કરવાની માગવાળી 30થી વધુ અરજી સુનાવણી કરી રહી છે. કાલે જ્યારે એનટીએ અને સરકારે આ મામલે એફિડેવિટ સોંપી તો અનેક પક્ષોના વકીલોએ કોર્ટની સામે આ વાત ઉઠાવી કે તેમણે એફિડેવિટની કોપી નથી મળી. ત્યારે CJIએ કહ્યું કે, મામલાની સુનાવણી હવે કાલે એટલે કે શુક્રવારે કરાશે. જેના થોડી સેકન્ડ બાદ જ તેમણે કહ્યું કે, સોમવારે આગામી સુનાવણી થશે.

CJI દ્વારા સુનાવણીની નવી તારીખ આપવા અને ઓર્ડર લખાવવા સમયે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવાર અને મંગળવારે પોતાની અનુપલબ્ધતા જણાવીને કોર્ટને બુધવારે સુનાવણી માટે અનુરોધ કર્યો. ત્યારે વરિષ્ઠ વકીલ જે નેદમપારા, જે છાત્રોના એક ગ્રૂપની અરજીનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે કહ્યું કે બુધવાર માટે તૈયાર નથી. જેના પર CJI ચંદ્રચૂડ ગુસ્સે થયા અને વકીલ નેદમપારાને પૂછ્યું, એક સેકન્ડ, મિસ્ટર નેદમપારા, જજ તમે નથી, સૌભાગ્યથી જજ હું છું. તમે ચૂપ રહો. જે બાદ CJIએ કહ્યું કે બુધવારે રજા છે, તેથી મામલાની આગામી સુનાવણી હવે ગુરુવારે એટલ કે 18 જુલાઈએ થશે.

(8:46 PM IST)