<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

બજેટ અગાઉ સરકારની મોટી ભેટ : 7 કરોડ લોકો માટે મળશે ફાયદો : PF પર મળશે આટલું વ્યાજ

કર્મચારી ભવિષ્ય નીધિ (EPFO) ડિપોઝીટ માટે વ્યાજ દર વધારવાની મંજૂરી મળી ગઈ

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રાલયે મહત્વનો નિર્ણય કરતાં કર્મચારી ભવિષ્ય નીધિ (EPFO) ડિપોઝીટ માટે વ્યાજ દર વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા જાહેર કર્યો હતો. જેને હવે નાણાં મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે.

EPFOએ ગયા વર્ષના 8.15 ટકા દરથી વર્ષ 2023-24 માટે વ્યાજ દર વધારીને 8.25 ટકા કરેલ છે. EPFOએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા કહ્યું કે EPFO સભ્યો માટે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 વ્યાજ દર સરકાર દ્વારા મે,2024માં નોટિફાઈડ કર્યું છે. હવે ફક્ત કર્મચારીઓને PF ખાતામાં વ્યાજ જમા કરવાની રાહ જોવામાં આવી રહી છે.

ગયા વર્ષે 28મી માર્ચના રોજ EPFOએ વર્ષ 2022-23 માટે EPFO ખાતા માટે 8.15 ટકા વ્યાજની જાહેરાત કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2022માં આ વ્યાજ દર 8.10 ટકા હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22માં EPF પર વ્યાજ દર ઘટીને છેલ્લા ચાર દાયકાની નીચા સ્તરે 8.10 ટકા થઈ ગયા હતા.

માર્ચ 2020માં પણ EPFOએ વર્ષ 2019-20 માટે EPF ડિપોઝીટ (EPF Deposit) પર વ્યાજ દર ઘટીને સાત વર્ષની નીચી સપાટીએ 8.5 ટકા થઈ ગયા હતા, જે વર્ષ 2018-19 માટે 8.65 ટકા હતા. EPFOએ તેના ગ્રાહકોને વર્ષ 2016-17માં 8.65 ટકા અને વર્ષ 2017-18માં 8.55 ટકા વ્યાજ કર્યાં હતા. આ ઉપરાંત વર્ષ 2015-16માં વ્યાજ દર થોડો વધારે 8.8 ટકા હતો.

(9:42 PM IST)