News of Friday, 12th July 2024
ર૦ર૪માં ચાંદીએ સેન્સેકસથી આપ્યું ત્રણ ગણું વધારે રિટર્નઃ સોનામાં પણ જોવા મળ્યો ચળકાટ

નવી દિલ્હી તા. ૧રઃ મે ર૦ર૪ની રેકોર્ડ ઉંચાઇથી લગભગ ૩૦૦૦ રૂપિયા તુટયા પછી સોનાની કિંમતો ફરીથી ઝડપભેર વધી રહી છ.ે છેલ્લા ૧પ દિવસમાં ચાંદીમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. ૧પ દિવસ પહેલા ૮૬૦૦૦ રૂપિયા પ્રતિ કીલો ચાંદીના ભાવ અત્યારે ૯પ૦૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયા છે.
ર૦ર૪માં સોના-ચાંદીએ રિટર્ન આપવા બાબતે ભારતીય શેર બજારને બહુ પાછળ રાખી દીધું છે. ચાંદીએ તો આ વર્ષે નિફટી અને સેન્સેકસથી ૩ ગણાથી વધારે રિટર્ન આપ્યું છે. આ વર્ષે નિફટીમાં અત્યાર સુધીમાં ૧૧.૯ ટકા તેજી આવી છે, જયારે સેન્સકસ ૧૦.પપ ટકા વધ્યો છે. આ દરમ્યાન સોનું ૧૬.૯૦ ટકા વધ્યું છે. જયારે ચાંદીએ રોકાણકારોને બધાથી વધારે ર૯.પ ટકા રિટર્ન આપ્યું છે.
૧ જાન્યુઆરી ર૦ર૪ના દિવસે સેન્સેકસ ૭રર૭ર પોઇન્ટ હતો જે ૧૧ જુલાઇએ ૭૯૮૯૭ પર પહોંચ્યો હતો. આજ પ્રમાણે નિફટી ૧ જાન્યુઆરીએ ર૧૭૪ર અને ૧૧ જુલાઇએ ર૪૩૧૬, સોનું અનુક્રમે ૬ર૬ર૭ થી ૭૩૧૭પ અને ચાંદી ૭ર૬૬૧ થી વધીને ૯૪૪૩૦ પર પહોંચી છે. (૭.ર૭)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
