<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ફિલ્‍મ સરફિરાને પ્રમોટ નહિ કરે : અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે નહિ

અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ક્‍વોરેન્‍ટાઇન

મુંબઇ તા. ૧૨ : બોલિવૂડ એક્‍ટર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્નનો ભાગ નહીં હોય. ખરેખર, સરફિરાના પ્રમોશન દરમિયાન કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલ છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે અને તેણે પોતાને આઈસોલેટ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, માત્ર અલય કુમાર જ નહીં, સરફિરાની ટીમના કેટલાક અન્‍ય લોકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્‍યા છે.

સરફિરાના પ્રોડક્‍શન હાઉસના નજીકના એક સૂત્રએ એચટી સિટીને આ માહિતી આપી છે. સૂત્રએ જણાવ્‍યું કે, ‘અક્ષય કુમાર તેની ફિલ્‍મ ‘સરફિરા'નું પ્રમોશન કરી રહ્યો હતો. પ્રમોશન દરમિયાન તેની તબિયત બગડવા લાગી. ત્‍યારબાદ તેને માહિતી મળી કે પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્‍બર કોવિડ પોઝિટિવ મળી આવ્‍યા છે. આ માહિતી મળ્‍યા બાદ, તેણે તેનો કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો.'

સૂત્રએ વધુમાં કહ્યું કે, ‘કોરોના ટેસ્‍ટને કારણે અભિનેતા ન તો સરફિરાને પ્રમોટ કરશે અને ન તો અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે. સૂત્રએ એમ પણ કહ્યું કે અક્ષય, એક જવાબદાર વ્‍યક્‍તિ હોવાને કારણે, તરત જ પોતાને અલગ કરી લીધો અને હજુ પણ ક્‍વોરેન્‍ટાઇન છે.'

(3:54 PM IST)