News of Friday, 12th July 2024
‘ઓ બાપ રે'... આંધ્રના પૂર્વ CM જગન રેડ્ડી વિરૂધ્ધ ‘ખૂનના પ્રયાસ'નો ગુન્હો નોંધાયો
બે IPS પણ હડફેટે : ધારાસભ્યની ફરીયાદના આધારે કાર્યવાહી

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી, તત્કાલીન સીઆઈડી ચીફ પીવી સુનિલ કુમાર અને તેમના ઈન્ટેલિજન્સ ચીફ પીએસઆર અંજનેયુલુ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશની ગુંટુર પોલીસે ધારાસભ્ય રઘુરામ કળષ્ણમ રાજુની ફરિયાદના આધારે FIR નોંધી છે. તેણે સીઆઈડી ઓફિસમાં બેલ્ટ અને લાકડીઓ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
રઘુરામ કળષ્ણમ રાજુએ શું કહ્યું? : રઘુરામ કળષ્ણમ રાજુએ જણાવ્યું કે ૨૦૨૧માં હૈદરાબાદમાં CID અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. આ પછી, તેને હૈદરાબાદના સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હતો અને ટ્રાન્ઝિટ ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું ન હતું. ત્યાર બાદ મારી બદલી સીઆઈડી ઓફિસમાં કરવામાં આવી હતી અને અહીં મારી સાથે મારપીટ કરવામાં આવી હતી.
રઘુરામ કળષ્ણમ રાજુએ આરોપ લગાવ્યો છે કે પીવી સુનીલ કુમાર સાથે અનેક પોલીસ અધિકારીઓ સીઆઈડી ઓફિસમાં આવ્યા અને તેમને લાકડીઓથી માર્યા. તેમણે વધુમાં દાવો કર્યો કે રાજ્યના તત્કાલીન સીએમ જગન મોહન રેડ્ડી (વાયએસ જગન મોહન રેડ્ડી) ના દબાણને કારણે તેમને તેમના હૃદય રોગ અંગે દવાઓ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જગન મોહન રેડ્ડી જાણતા હતા કે મેં હાર્ટ બાયપાસ સર્જરી કરાવી છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો મારી છાતી પર બેસી ગયા.
રઘુરામ કળષ્ણમ રાજુએ વધુમાં કહ્યું કે મારો ફોન છીનવી લેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી મેં તેને પાસવર્ડ ન કહ્યો ત્યાં સુધી મને મારવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર ડો.પ્રભાવતીએ પોલીસ અધિકારીઓના કહેવાથી ખોટા મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા.
રઘુરામ કળષ્ણમ રાજુએ દાવો કર્યો હતો કે પીવી સુનિલ કુમારે તેમને ધમકી આપી હતી કે જો તેઓ વાયએસ જગન મોહન રેડ્ડીની ટીકા કરશે તો તેમને મારી નાખવામાં આવશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
