<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ડીઆરડીઓ એ ખાનગી ક્ષેત્ર માટે મંજૂર કરી સાત પરિયોજનાઓઃ અંડર વોટર યુએવી અને આઇસ ડીટેકશન સેન્‍સર પણ બનાવાશે

નવી દિલ્‍હીઃડીફેન્‍સ રિસર્ચ એન્‍ડ ડેવલપ મેન્‍ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) એ ગુરૂવારે સશષા દળો, એરો સ્‍પેસ અને સંરક્ષણ ક્ષેત્રોની જરૂરિયાતો પુરી કરવા માટેખાનગી ક્ષત્રની કંપનીઓ માટે સાત નવી પરિયોજનાઓ મંજૂર કરી છે. તેમા અંડરવોટર માનવ રહિત વિમાન અને આઇસ ડીટેકશન સેન્‍સર સહિતના અન્‍ય ઉપકરણો નું નિર્માણ કરાવાશે.

અન્‍ડરવોટર પ્રક્ષેપિત માનવ રહિત વિમાન નિર્માણની પરિયોજના પૂણેની ખાનગી કંપનીને આપવામાં આવી છે. એવી જ રીતે પાયલોટની સીમ્‍યુલેટર ટ્રેનીંગ માટેની સ્‍વદેશી ટુલ કીટ નોઇડાની કંપની બનાવશે. બેંગ્‍લુરૂની કંપની વિમાનો માટે આઇસ ડીટેકશન સેન્‍સરો બનાવશે.

આ સેન્‍સર એન્‍ટી-આઇસીંગ મીકેનીઝમને ચાલુ કરવાના કામ આવે છે. આ ઉપરાંત ડીટેકશન અને ન્‍યુટ્‍લાઇઝેશ માટે લાંબા અંતરના રિમોટ સંચાલીત વાહન એકટીવ એન્‍ટેના એરે સીમ્‍યુલેટર સાથે રાડાર સિગ્નલ પ્રોસેસરનો વિકાસ ભારતીય ક્ષેત્રીય નેવીગેશન સેટેલાઇટ પ્રણાલી આધારિત સમય અધિગ્રહણ અને પ્રસાર પ્રણાલીનો વિકાસ અને બહુ ઉદ્‌ેશીય વિયરેબલના વિકાસની પરિયોજનાઓ પણ મંજુર કરાઇ છે.

સંરક્ષણ મંત્રાલયે કહયું કે સ્‍વીકૃત પરિયોજનાઓ સંરક્ષણ અને એરો સ્‍પેસ ક્ષેત્રમાં ઉદ્યોગો ખાસ કરીને એમ.એસ.એમ ઇ અને સ્‍ટાફ અપને પ્રોત્‍સાહન આપવાના ડીઆરડીઓના પ્રયાસોનું પરિણામ છે. તેના સ્‍વદેશી વિકાસથી સૈન્‍ય ઓૈધોગીક ઇકોસીસ્‍ટમ મજબૂત બનશે.

(4:19 PM IST)