<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અનંત અંબાણીએ તેમના પિતાનો પકડ્યો હાથ :અર્જુન કપૂરે ખાસ કુર્તો પહેર્યો: જુઓ વિડિઓ

અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી મહેમાનો આવ્યા :અમિતાભ બચ્ચન પુરા પરિવાર હાજર : રિતેશ દેશમુખ જેનેલિયા સાથે પહોંચ્યો : જાણો લગ્નની લેટેસ્ટ માહિતી

મુંબઈ :અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો ઉત્સાહ જામનગરથી શરૂ થયો હતો અને મહિનાઓ સુધી ચાલુ રહ્યો હતો. હવે આજે એટલે કે 12મી જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે.

 મુંબઈમાં યોજાઈ રહેલા આ લગ્નમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને હોલીવુડ સુધીના તમામ સેલેબ્સ હાજરી આપવા આવી રહ્યા છે. મુકેશ અંબાણીના ઘરને એન્ટિલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અનંત-રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. મહેમાનો માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે પહોંચ્યો હતો. બંને ઓફ-વ્હાઈટ કલરના કપડામાં જોવા મળ્યા હતા. રિતેશે ફંક્શનમાં ધોતી-કુર્તા સ્ટાઇલના કપડાં પહેર્યા હતા.

  પૂર્વ WWE રેસલર જોન સીના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં શેરવાનીમાં જોવા મળ્યો હતો. તેણે લગ્ન માટે પાઘડી પણ બાંધી હતી.

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનો આવવા લાગ્યા છે. બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તેના મિત્રના લગ્નમાં ખાસ કુર્તો પહેરીને પહોંચ્યો હતો. અર્જુન કપૂરે જે કુર્તા પહેર્યો છે તેના પર લખ્યું છે - મારા મિત્રના લગ્ન થઈ રહ્યા છે લગ્ન માટે અંબાણી પરિવાર Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યો છે. મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી, અનંત અંબાણી અને નીતા અંબાણીની પહેલી તસવીર સામે આવી છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે બચ્ચન પરિવાર મુંબઈ પહોંચ્યો છે. જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જેકી શ્રોફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા આવ્યા છે. જેકીના હાથમાં એક છોડ દેખાય છે. .

(6:51 PM IST)