<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

શુભ વિવાહ! સાત જન્‍મના બંધનમાં બંધાયા અનંત-રાધિકા

રમત-ગમત, બોલિવુડ, રાજકારણીઓ, બિઝનેસ અને લગભગ દરેક ક્ષેત્રની તમામ મોટી હસ્‍તીઓ આ લગ્નમાં સામેલ થયા

મુંબઇ, તા.૧૩: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્ન ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ ધામધૂમથી મુંબઈમાં થયા હતા. જેમાં બોલિવુડના દિગ્‍ગજો અને દેશના નેતાઓ પણ સામેલ થયા હતા. રિલાયન્‍સરિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના ૧૨ જુલાઈના રોજ મુંબઈમાં બિઝનેસમેન વિરેન મર્ચન્‍ટની પુત્રી રાધિકા મર્ચન્‍ટ સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા છે.

જો કે તમને જણાવી દઈએ કે, રમત-ગમત, બોલિવુડ, રાજકારણીઓ, બિઝનેસ અને લગભગ દરેક ક્ષેત્રની તમામ મોટી હસ્‍તીઓ આ લગ્નમાં સામેલ થયા હતા. બોલિવુડ સેલેબ્‍સની વાત કરીએ તો, અમિતાભ બચ્‍ચન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રામ ચરણ અને રણબીર કપૂર સાથે અન્‍ય ઘણા મોટા સ્‍ટાર્સ હાજર રહ્યા હતા.

શાહરૂખ ખાન, અનિલ કપૂર, સંજય દત્ત, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ અનંતની જાનમાં મુકેશ અને નીતા અંબાણી સાથે ડાન્‍સ કરતા જોવા મળ્‍યા હતા. અનંત અને રાધિકાના લગ્નમાં હોલીવુડ સ્‍ટાર કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયન ઉપરાંત જોન સીના, ડેસ્‍પાસિટો સિંગર લુઈસ રોડ્રિગ્‍ઝ, કૈલમ ડાઉન ફેમ રેમાએ પણ હાજરી આપી હતી.

આ સાથે જ લગ્નમાં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્‍સન અને અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્‍લિન્‍ટન જેવા વિદેશી પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્‍લેયર, બ્રિટિશ પોડકાસ્‍ટર જય શેટ્ટી, ભૂતપૂર્વ સ્‍વીડિશ વડાપ્રધાન કાર્લ બિલ્‍ટ, કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍ટીફન હાર્પર, તાન્‍ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસન અને ફિફા પ્રમુખ જીઆની ઇન્‍ફેન્‍ટિનો પણ લગ્નમાં સામેલ થયા હતા.

(10:47 AM IST)