News of Saturday, 13th July 2024
બે વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન પાસે સૈનિકોની અછતઃ સેનામાં જોડાવાથી બચવા હાથ-પગ પણ તોડાવે છે યુક્રેનીયન યુવાઓઃ વ્યવસ્થિત હાથ પગ તોડી આપવાની જાહેરાતો કરે છે ડોકટરો

નવી દિલ્હી : રશીયા સાથે ચાલી રહેલ લડાઇ વચ્ચે યુક્રેનમાં એક અબજ મુશ્કેલી ઉભી થઇ છે. યુક્રેનમાં સેનામાં ભરતીથી બચવા માટે યુવાઓ હાથ પગ સુધ્ધા તોડાવી રહ્યા છે.
બે વર્ષથી વધારે સમયથી ચાલી રહેલ લડાઇ વચ્ચે યુક્રેન સૈનિકોની અછત અનુભવી રહ્યું છે, જયારે રશીયાએ પૂર્વ મોરચા પર સેકિોની સંખ્યા ૧૦ ગણી વધારી દીધી છે. નવા નિયમો અનુસાર સેનામાં સેવા આપવા માટેની વય મર્યાદા ર૭ વર્ષથી ઘટાડીને રપ વર્ષ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેદીઓને પણ સેનામાં જોડાવાની ઓફર અપાઇ રહી છે. જે લોકો સેનામાં ભરતી થવાથી બચવા છેતરપીંડી કરતા પકડાય તેમના પર દંડ પાંચ ગણો વધારી દેવાયો છે.
નવા નિયમો અનુસાર, આ ઉંમરના યુવાઓ દેશ છોડીને નથી જઇ શકતા. સેનામાં ભરતીથી બચાવ માટે યુવાઓ હવે પોતાના હાથ પગ સુધ્ધા તોડાવી રહ્યા છે. જેથી તેમને અનફીટ ગણીને સેનામાં ભરતીના કરવામાં આવે.
ટેલીગ્રામ પર જાહેરાત સુધ્ધાં અપાય છે કે સેનામાં જોડાવાથી બચવા માટે સારા ડોકટરની દેખરેખમાં ફ્રેકચર કરવામાં આવે છે. એટલું જ નહીં ઇજા પછી સંપૂર્ણ દેખભાળ પણ રાખવામાં આવશે. અને જો ફ્રેકચર પર્યાપ્ત નહીં હોય તો ડીસ્કાઉંટ રેટ પર બીજી ઇજાની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે ચર્ચાઓ શરૂ થયા પછી આવી મોટા ભાગની જાહેરાતો હટાવી લેવામાં આવી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
