<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

રાષ્‍ટ્રીય કરણી સેનાના પ્રમુખ પર ફાયરિંગ : મહિપાલ સિંહ મકરાણાની ધરપકડ

રાજપૂત સમાજના બે મોટા નેતાઓ રાષ્‍ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવત અને રાજપૂત કરણી સેનાના મહિપાલ મકરાણા વચ્‍ચે વિવાદ થયો હતો

જયપુર, તા.૧૩: રાજસ્‍થાનની રાજધાની જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. અહીં રાષ્‍ટ્રીય કરણી સેનાના અધ્‍યક્ષ પર ફાયરિંગ કરવામાં આવ્‍યું છે. મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્‍યું છે. જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

શિવસિંહ શેખાવતને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. રાષ્‍ટ્રીય કરણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્‍તારમાં છે. આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી. શ્રી રાજપૂત કરણી સેના અધ્‍યક્ષ મહિપાલ મકરાણા રાષ્‍ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્‍યા હતા.

કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડીના મળત્‍યુ બાદ શિવ સિંહ શેખાવત અને મહિપાલ મકરાણા વચ્‍ચે રાષ્‍ટ્રીય કરણી સેના પર વર્ચસ્‍વને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્‍યારબાદ મકરાણાએ બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી. હાલમાં પોલીસે મહિપાલ મકરાણાની ધરપકડ કરી છે.

જ્‍યારે શિવ સિંહે મહિપાલ સિંહ મકરાણા પર ફાયરિંગનો આરોપ લગાવ્‍યો છે, તો મહિપાલ સિંહ મકરાણાએ પણ શિવ સિંહ પર ફાયરિંગનો આરોપ લગાવ્‍યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ મહિપાલ મકરાણાને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે.

શિવ સિંહે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોળીબાર દરમિયાન, મહિપાલને કાબૂમાં લેવા માટે, બંદૂકધારીએ બંદૂકના બટથી હુમલો કર્યો, જેમાં મકરાનાને ઈજા થઈ છે.

શિવસિંહ શેખાવતે ગંભીર આરોપ લગાવ્‍યા હતાઃ મળતી માહિતી મુજબ, શિવ સિંહ શેખાવતે આરોપ લગાવ્‍યો છે કે સુખદેવ સિંહ ગોગામેડી હત્‍યા કેસમાં મહિપાલ મકરાણાનો હાથ છે. શેખાવતે એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્‍યો છે કે મકરાના નશામાં ધૂત તેમની ઓફિસ પહોંચ્‍યા હતા અને વાતચીત દરમિયાન મકરાનાએ ગોળીબાર કર્યો હતો.

શેખાવતે વધુમાં જણાવ્‍યું હતું કે મકરાનાએ મારી હત્‍યા કરવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. અમે બધા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને મળ્‍યા હતા. અચાનક મકરાના ઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો. પછી મારા બંદૂકધારીએ તેમને તેમની રાઈફલના બટથી તેમને માર્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

(12:12 PM IST)