News of Saturday, 13th July 2024
જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય : લેફ્ટનન્ટ ગવર્નરને અપાઈ દિલ્હીના એલજી જેવી સત્તા
જ્યારે પણ ચૂંટણી થશે અને સરકાર રચાય છે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા હશે

નવી દિલ્હી, તા.૧૩: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરના એલજીને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર એલજીની પરવાનગી વિના ટ્રાન્સફર પોસ્ટિંગ કરી શકશે નહીં. ગળહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૫૫ હેઠળ સુધારેલા નિયમોને સૂચિત કર્યા છે. જેમાં LGને વધુ પાવર આપવા માટે નવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો કે જમ્મુ અને કાશ્મીરમાં પુનઃગઠન થયું ત્યારથી ચૂંટણીઓ યોજાઈ નથી, પરંતુ જ્યારે પણ ચૂંટણી થાય છે અને સરકાર રચાય છે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા હશે. આ સત્તાઓ દિલ્હીના એલજી પાસે હોય તેવી જ છે.
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૫૫ હેઠળ સુધારેલા નિયમોમાં જે મુદ્દો ઉમેરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે
૪૨A - અધિનિયમ હેઠળ ‘પોલીસ', પબ્લિક ઓર્ડર, ઓલ ઈન્ડિયા સર્વિસ અને એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) ના સંબંધમાં નાણા વિભાગની પૂર્વ સંમતિની આવશ્યકતા ધરાવતી કોઈપણ દરખાસ્ત મંજૂર અથવા નામંજૂર કરવામાં આવશે નહીં સિવાય કે જ્યાં સુધી તેને મુખ્ય સચિવ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ મૂકવામાં ન આવે.
૪૨B- કાર્યવાહીની મંજૂરી આપવા અથવા નકારવા અથવા અપીલ દાખલ કરવા અંગેની કોઈપણ દરખાસ્ત કાયદા વિભાગ દ્વારા મુખ્ય સચિવ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ મૂકવામાં આવશે.
ઓમર અબ્દુલ્લાએ ટીકા કરી હતી
કેન્દ્રના આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી નજીક હોવાનો બીજો સંકેત છે. એટલા માટે જમ્મુ અને કાશ્મીર માટે સંપૂર્ણ, અવિભાજિત રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે સમયરેખા નિર્ધારિત કરવાની નિશ્ચિત પ્રતિબદ્ધતા આ ચૂંટણીઓ માટેની પૂર્વશરત છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
