News of Saturday, 13th July 2024
કોવિડ-૧૯થી આજે પણ દર અઠવાડિયે વિશ્વમાં ૧૭૦૦ લોકોનાં મૃત્યુ થાય છે
વિશ્વમાં કોવિડ-૧૯થી ૭૦ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે

મુંબઇ, તા.૧૩: અક્ષયકુમાર ફરી કોરોનાગ્રસ્ત થયો છે એવા સમાચાર છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ જણાવ્યું છે કે વિશ્વમાં આજે પણ દર અઠવાડિયે કોવિડ-૧૯થી આશરે ૧૭૦૦ લોકોનાં મળત્યુ થાય છે. WHOના વડાના જણાવ્યા મુજબ ‘હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષની વયથી વધુના લોકોમાં રસીનું કવરેજ ઘટી રહ્યું છે. આથી આ લોકો હાઇએસ્ટ રિસ્ક કૅટેગરીમાં છે અને તેમણે તેમની છેલ્લી કોવિડ-૧૯ની રસી લીધાના ૧૨ મહિનામાં ફરી રસી લેવી જોઈએ. વિશ્વમાં કોવિડ-૧૯થી ૭૦ લાખથી વધુ લોકોનાં મળત્યુ થયાં છે.'
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
