News of Saturday, 13th July 2024
વરમાળા સાથે જ અનંત-રાધિકા કૃષ્ણ ભક્તિમાં મગ્ન : 'રાધે-રાધે ગોવિંદ' પર એકબીજાને સ્નેહભેર વધામણાં :જુઓ વિડિઓ
રાધિકા એન્ટિલિયા પહોંચી કે તરત જ ઈશા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા અંબાણીએ નવપરિણીત દુલ્હનનું સ્વાગત કર્યું.

મુંબઈ :અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂરા થઈ ચુક્યા છે. અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરાના લગ્નમાં અનેક વિદેશી મહેમાનો પણ સામેલ થયા હતા.આ લગ્નની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
અનંત-રાધિકાના લગ્નમાં બોલીવૂડથી લઈ હોલીવૂડ સુધીના સિતારા સામેલ થયા અને સુપરહિટ ગીત, ઢોલ-નગારા સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા છે. હવે સોશિયલ મીડિયા પર આ અંગેના વીડિયો જોવા મળે છે. અનંત-રાધિકાની વરમાળા બાદ રાધે-રાધે ગોવિંદ, ગોપાલ રાધે, ભક્તિ ભજન પણ સાંભળવા મળતુ હતું, જે બન્નેને મંત્રમુગ્ધ કરી ઝૂમતા જોવા મળ્યા હતા.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ રાધિકા હવે ઘરે આવી ગઈ છે.રાધિકા એન્ટિલિયા પહોંચી કે તરત જ ઈશા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા અંબાણીએ નવપરિણીત દુલ્હનનું સ્વાગત કર્યું.
દરેક વ્યક્તિએ નવા યુગલને તિલક લગાવી અને પછી ઘરે આવકાર્યા.આ કપલના લગ્નથી લઈને એન્ટિલિયા આવવા સુધીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાંથી એક બંનેનો ડાન્સ વીડિયો છે.
અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયા છે. 12 જુલાઈના રોજ અનંત-રાધિકાએ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લીધા.
આ શાહી લગ્નમાં 2000 થી વધુ VVIP મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં WWE કુસ્તીબાજ અને હોલીવુડ સ્ટાર જોન સીના, કિમ કાર્દાશિયનથી લઈને રેમા સામેલ હતા. આવી સ્થિતિમાં આ લગ્નને ગૂગલ પર પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યું હતું. કીવર્ડ 'અનંત અંબાણી વેડિંગ' ગૂગલ પર ત્રીજો સૌથી વધુ સર્ચ કરવામાં આવતો શબ્દ બની ગયો છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
