તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 13th July 2024
રિકી પોન્ટીંગે 7 વર્ષ બાદ દિલ્હી કેપિટલ્સ સાથેનો નાતો તોડ્યો:મુખ્ય કોચ પદેથી રાજીનામુ આપ્યું
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે વર્ષ 2018માં ટીમના કોચ તરીકે જોડાયા હતા

મુંબઈ :ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટીંગે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ તરીકેના પદ પરથી રાજીનામું અપાયું છે,ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર આ અંગેની પુષ્ટી કરી છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે વર્ષ 2018માં ટીમના કોચ તરીકે જોડાયા હતા અને આશરે સાત વર્ષ સુધી ટીમના મુખ્ય કોચ રહ્યાં બાદ હવે અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઋષભ પંતની કેપ્ટનશીપમાં IPL 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ છઠ્ઠા નંબર રહી હતી
ટીમ 14 મેચમાંથી સાત મેચ જ જીતી શકી હતી, જ્યારે સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રિકી પોન્ટીંગના માર્ગદર્શન હેઠળ દિલ્હી કેપિટલ્સે લીગમાં કેટલીક સિઝનમાં સારો દેખાવ કર્યો હતો. તેમાં વર્ષ 2020 પણ સામેલ છે, જ્યારે ટીમ UAEમાં ફાઈનલમાં પહોંચી હતી. દિલ્હી કેપિટલ્સે સાત વર્ષ બાદ મુખ્ય કોચ તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેમની ઉપસ્થિતિમાં ફ્રેન્ચાઈઝી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખિતાબ જીતવામાં સફળતા મળી નથી.
દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર રિકી પોન્ટીંગની તસવીર શેર કરતા લખ્યું કે ડિયર રિકી, તમે અમારા મુખ્ય કોચ તરીકે પદ છોડ્યાં બાદ અમે આ અંગે શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. દરેક હડલમાં તમે અમને જે ચાર બાબત જણાવી છે તે-દેખભાલ, પ્રતિબદ્ધતા, વલણ અને પ્રયાસ. હવે જોવાનું રહેશે કે દિલ્હી કેપિટલ્સ એક નવા કોચ તરીકે કોની પસંદગી કરશે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
