News of Sunday, 14th July 2024
કુપવાડામાં ત્રણ આતંકી ઠાર : સુરક્ષાદળોને મોટી સફળતા : ઘૂસણખોરીનોપ્રયાસ નિષ્ફળ બનાવ્યો; સર્ચ ઓપરેશન ચાલુ
ભારતીય સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરી કરવાના આતંકીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી

શ્રીનગર. ભારતીય સેનાએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેનાએ ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેનાએ કહ્યું કે કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને આજે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે એલર્ટ સૈનિકોએ કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની હિલચાલ જોયા. મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માહિતી આપતાં સેનાએ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે
શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને આજે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આતંકી હુમલામાં વધારો જોવા મળ્યો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. 9 જૂનના રોજ, વડા પ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના શપથ લેવાના દિવસે, આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો, જે પછી બસ ખાઈમાં પડી, જેમાં 9 લોકો માર્યા ગયા.
આ મહિનાની શરૂઆતમાં, 8 જુલાઈએ, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે કઠુઆના બદનોટા વિસ્તારમાં આર્મી પેટ્રોલિંગ પર હુમલો કર્યો, જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા અને આઠ ઘાયલ થયા. અન્ય એક ઘટનામાં કુલગામ જિલ્લામાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
