<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

શુભમનની કપ્તાનીમાં યુવા ટીમે લહેરાવ્યો ત્રિરંગો: ઝિમ્બાબ્વેને શ્રેણીમાં 4-1થી હરાવ્યું

ભારતીય ટીમે 168 રનનો લક્ષ્યાંક આપ્યો :જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં માત્ર 125 રન બનાવી શકી

મુંબઈ :ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ રવિવારે રમાઈ હતી. આ મેચ હરારે સ્પોર્ટ્સમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમ 42 રને જીતી હતી. આ સાથે જ શુભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણી તેના જ ઘરમાં 4-1થી જીતી લીધી છે.

   ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં માત્ર 125 રન બનાવી શકી અને મેચ હારી ગઈ. ટીમ તરફથી ડીયોન માયર્સે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. જ્યારે તદીવનાશે મારુમણી અને ફરાઝ અકરમે સમાન 27 રન બનાવ્યા હતા.

   ભારતીય ટીમ તરફથી એકદમ સચોટ બોલિંગ હતી. ફાસ્ટ બોલર મુકેશ કુમારે બોલિંગ કરીને તબાહી મચાવી હતી અને 22 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેના સિવાય શિવમ દુબેને 2 સફળતા મળી. તુષાર દેશપાંડે, અભિષેક શર્મા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

   ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે માત્ર 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ સેમસન અને રિયાન પરાગે 56 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી

   સંજુએ 45 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જ્યારે રેયાને 22 રન બનાવ્યા હતા. અંતમાં શિવમ દુબેએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. કેપ્ટન સિકંદર રઝા, રિચર્ડ નગારવા અને બ્રેન્ડન માવુતાને 1-1 સફળતા મળી હતી

(10:21 PM IST)