તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Monday, 15th July 2024
જેમણે કદી સ્મોકિંગ ન કર્યું હોય એવા ફેફસાંના કેન્સરના દરદીઓ વધી રહ્યા છે ભારતમાં

નવી દિલ્હી,તા. ૧૫: લંગ કેન્સરનું સૌથી મોટું કારણ સ્મોકિંગ ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં આ વાત ખોટી પડી રહી છે. ભારતમાં નોન-સ્મોકર્સમાં પણ કેન્સરનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે અને એ માટે નિષ્ણાતો એર પોલ્યુશનને જવાબદાર ગણે છે. ૧૯૯૦માં ફેફસાંનું કેન્સર દર એક લાખ લોકોએ ૬.૬૨ લોકોમાં જોવા મળતું હતું એ ૨૦૧૯માં એક કલાકે ૭.૭ જેટલું થઈ ગયું હતું. ૨૦૨૫ સુધીમાં એક લાખે ૯ જણને કેન્સર થાય એવી સંભાવના છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના નિષ્ણાતોએ તૈયાર કરેલાં આંકડાકીય અભ્યાસનાં તારણો એવું કહે છે કે સ્મોકિંગ ન કરનારાઓમાં છેલ્લા થોડા સમયથી કેન્સરનું પ્રમાણ વધ્યું છે. જે અર્બન વિસ્તારોમાં એર ક્વોલિટી ખરાબ રહી છે એ એશિયન દેશોમાં આ હાલત છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
