<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મણિપુરમાં CRPFના કાફલા પર હુમલો : એક જવાન શહીદ: ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ

20 બટાલિયન સીઆરપીએફ અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં લાગી


મણિપુરના જીરીબામમાં અજાણ્યા હુમલાખોરોએ CRPF અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો ઘાત લગાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક સીઆરપીએફના જવાન અજય કુમાર જા (ઉ.વ.43, બિહાર) શહીદ થયા છે જ્યારે ત્રણ પોલીસ કર્મચારી પણ ઘાયલ થયાના અહેવાલો મળ્યા છે.

મળતી માહિતી અનુસાર, 20 બટાલિયન સીઆરપીએફ અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન સંયુક્ત ટીમ પર ઘાત લગાવીને બદમાશોએ હુમલો કર્યો હતો. હુમલા સમયે ત્રણ જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. આ સિવાય એક સીઆરપીએફના જવાનનું ગોળી લાગતા મોત થયું છે

(10:00 AM IST)