તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 15th July 2024
‘‘પ્રેમ ના ફુલો''૧૩૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિચારોની પાનખર
મારા પ્રિય,
પ્રેમ વિચારોના પ્રવાહમાં વહેવું જ નહી.
ફકત જાગતા રહેવું
જાણવું સ્વયંને પૃથક અને અન્ય
દૂર અને માત્ર દ્રષ્ટા.
જેમ રસ્તા પર ચાલતા લોકોની ભીડને જોઇએ છીએ, એમ જ
વિચારોની ભીડને જોજો.
જેમ પાનખરમાં સૂકેલા પાંદડાઓને ચારે બાજુ ઊડતાં જોઇએ છીએ,
તેમ જ વિચારોના પાંદડાઓને ઊડતા જોજો.
ન તેના કર્તા બનતા.
ન ેતેના તમે ભોકતા.
પછી બાકી બધું પોતાની મેળે થઇ જશે.
તે શેષને જ હું ધ્યાન (મેડીટેશન) કહું છું.
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
