<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

નાની ઉંમરે મોટી સિદ્ધિ : 14 વર્ષની ભારતની સૌથી નાની વયની એથ્લેટ :પેરિસ ઓલિમ્પિકમાં રચી શકે ઇતિહાસ ? જાણો ધિનિધિ દેશિંગુ કોણ છે?

ધિનિધિ દેશિંગુ પેરિસની યાત્રા પહેલા જ એક ખાસ સિદ્ધિ હાંસલ કરશે. તે ભારતીય દળની સૌથી નાની વયની એથ્લેટ હશે: જીત્યા છે સાત ગોલ્ડ મેડલ

પેરિસ ઓલિમ્પિક 26મી જુલાઈથી શરૂ થશે. ભારતીય ટીમ 11મી ઓગસ્ટ સુધી ચાલનારી વિશ્વની સૌથી મોટી ઈવેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમાં ભારતના 120 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વખતે ભારતમાંથી સૌથી વધુ સંખ્યામાં એથ્લેટ ભાગ લેશે. આ ખેલાડીઓમાં સૌથી યુવા ખેલાડીનો પણ સમાવેશ થાય છે. જેની ઉંમર માત્ર 14 વર્ષ છે. અમે વાત કરી રહ્યા છીએ ધિનિધિ દેશિંગુ વિશે, જે પેરિસની યાત્રા પહેલા જ એક ખાસ સિદ્ધિ હાંસલ કરશે. તે ભારતીય દળની સૌથી નાની વયની એથ્લેટ હશે. ધિનિધિ પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી શકે છે. જાણો કોણ છે આ પ્રતિભાશાળી એથ્લેટ...

   ધિનિધિ દેશિંગુનો જન્મ 17 મે 2010ના રોજ થયો હતો. બેંગલુરુનો ઉભરતો સ્વિમર 200 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે. 28મી જુલાઈના રોજ પેરિસ લા ડિફેન્સ એરેના ખાતે મેદાનમાં ઉતરશે ત્યારે ધિનિધિ ઈતિહાસની બીજી સૌથી યુવા ભારતીય ઓલિમ્પિયન બની જશે. આ પહેલા માત્ર 11 વર્ષની ભારતીય એથ્લેટ આરતી સાહાએ 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

 ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી યુવા ભારતીય બનવાનો રેકોર્ડ તેના નામે નોંધાયેલો છે. ધિનિધિ દેશિંગુએ શ્રીહરિ નટરાજની સાથે સાર્વત્રિકતા સ્થાનો હેઠળ ક્વોટા મેળવ્યો હતો. દેશિંગુએ માત્ર 8 વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કર્યું હતું. તે અમેરિકાની સાત વખતની ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કેટી લેડેકીને અનુસરે છે.

  રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય દર્શાવનાર આ ખેલાડીએ 2019માં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને કોચ નિહાર અમીન પાસેથી તાલીમ લીધી છે. અમીનના કહેવા પ્રમાણે, ધિનિધિએ બાળપણથી જ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું હતું. હાલમાં તે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે ગયા વર્ષે હેંગઝોઉ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. તે દોહામાં યોજાયેલી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પણ ભાગ બની હતી. કોચના મતે તેના માટે વર્લ્ડ લેવલ પર પ્રદર્શન કરવું કોઈ મોટી વાત નથી. જ્યારે પણ તે પૂલમાં હોય છે ત્યારે તે પોતાનું શ્રેષ્ઠ આપે છે. 

આ પહેલા ધિનિધિએ હૈદરાબાદના ગચીબાઉલીમાં 2:04.24 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. તેણીએ 2023 માં નેશનલ એક્વાટીક્સ ચેમ્પિયનશીપમાં મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ જીતી છે. તેણે 2023માં ગોવામાં યોજાયેલી નેશનલ ગેમ્સ દરમિયાન સ્વિમિંગમાં સાત ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. આશા છે કે તે ઓલિમ્પિકમાં ભારતની આશાઓ પૂરી કરી શકે છે.

(7:33 PM IST)