News of Monday, 15th July 2024
સરકારે તમામ એરક્રાફ્ટ અને એરક્રાફ્ટ એન્જિન પાર્ટ્સ પર 5% નો એકસમાન IGST દર લાગુ કર્યો
એરક્રાફ્ટના ઘટકો પર અગાઉના પાંચ, બાર, અઢાર અને 28 ટકાના વિવિધ GST દરોએ પડકારો સર્જ્યા હતા,

નવી દિલ્હી : સરકારે આજથી તમામ એરક્રાફ્ટ અને એરક્રાફ્ટના એન્જિનના પાર્ટ્સ પર પાંચ ટકાનો એકસમાન IGST દર લાગુ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટના ઘટકો પર અગાઉના પાંચ, બાર, અઢાર અને 28 ટકાના વિવિધ GST દરોએ પડકારો સર્જ્યા હતા, જેમાં ઊંધી ડ્યુટી માળખું અને જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ખાતાઓમાં GST સંચયનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે નવી નીતિ આ અસમાનતાઓને દૂર કરશે, કર માળખાને સરળ બનાવશે અને MRO સેક્ટરમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.
ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા અને એમઆરઓ સેવાઓ માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં નીતિમાં આ ફેરફારને મહત્ત્વનું પગલું ગણાવતા શ્રી નાયડુએ એમ પણ કહ્યું કે સરકારનું વિઝન ભારતને અગ્રણી ઉડ્ડયન હબમાં પરિવર્તિત કરવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય MRO ઉદ્યોગ 2030 સુધીમાં ચાર અબજ ડોલરનો ઉદ્યોગ બનવાનો અંદાજ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે યુનિફોર્મ પાંચ ટકા IGST દરનો હેતુ ઓપરેશનલ ખર્ચ ઘટાડવા, ટેક્સ ક્રેડિટના મુદ્દાઓને ઉકેલવા અને રોકાણ આકર્ષવાનો છે. મંત્રાલયે આ પગલામાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તે ભારતીય MRO સેક્ટરની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો કરશે, નવીનતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે અને એક મજબૂત અને કાર્યક્ષમ ઉડ્ડયન ક્ષેત્રનું નિર્માણ કરશે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
