<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

પાકિસ્તાનમાં ફૂટ્યો 'પેટ્રોલ-ડીઝલ' બોમ્બ : કિંમત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

પાકિસ્તાનના નાણા વિભાગે કહ્યું-નવી કિંમતો હેઠળ લાગુ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી,. 28 જૂને કેન્દ્રીય બજેટ પસાર થયા બાદ આ બીજી વખત છે જ્યારે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર ડ્યૂટીમાં વધારો કર્યો નથી

નવી દિલ્હી :આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકો માટે કોઈ રાહત દેખાતી નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ છતાં મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી .

  હવે ફરી એકવાર સરકારે જનતા પર બોજ વધાર્યો છે. વાસ્તવમાં શાહબાઝ શરીફ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો થયો છે.

  જિયો ન્યૂઝના અહેવાલ મુજબ શરીફ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો આજથી (મંગળવાર)થી લાગુ થઈ ગયો છે. પાકિસ્તાનમાં લોટ, દાળ, ચોખા, ફળો, શાકભાજી અને રોજબરોજની ચીજવસ્તુઓની કિંમતો પહેલેથી જ આસમાને છે. હવે સરકારે પેટ્રોલ બોમ્બ ફોડીને જનતાને જોરદાર આંચકો આપ્યો છે.

  પાકિસ્તાન સરકારે આગામી પખવાડિયા માટે પેટ્રોલના ભાવમાં 9.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 6.18 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં વધારાને કારણે પેટ્રોલની નવી કિંમત 275.60 રૂપિયા પ્રતિ લીટર અને હાઇ સ્પીડ ડીઝલની કિંમત 283.63 રૂપિયા પ્રતિ લીટર થશે.

  આ પહેલા 1 જુલાઈ 2024ના રોજ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7 રૂપિયા અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે ઈંધણ ઉત્પાદનો પરના ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલાની જેમ જ લાગુ રહેશે.

(8:45 PM IST)