<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

ભારતના GDP ગ્રોથના અંદાજમાં વધારો : IMFએ કહ્યું-2024-25માં કેટલી વૃદ્ધિ થશે

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો છે. IMFએ મંગળવારે ખાનગી વપરાશમાં સુધારો, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં આનું કારણ ગણાવ્યું હતું.

  IMFના તાજેતરના અંદાજમાં, GDP વૃદ્ધિ દર 6.5% થી વધારીને 6.8% કરવામાં આવ્યો છે. જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 6.8% થી વધારીને 7% કર્યું છે, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખાનગી વપરાશમાં સુધારાને કારણે. અગાઉ એપ્રિલમાં, IMMએ GDP વૃદ્ધિનો અંદાજ 6.5% થી વધારીને 6.8% કર્યો હતો.

  ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ IMFએ ફરી એકવાર GDP વૃદ્ધિ દરમાં વધારો કર્યો છે. જે ભારતના આર્થિક સુધારા તરફની પ્રગતિ દર્શાવે છે. જાન્યુઆરીમાં જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ હતો IMF એ વર્ષ 2024 માં આર્થિક વૃદ્ધિ દર 6.8% રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે તેના જાન્યુઆરીના અહેવાલમાં, IMFએ 2024 માટે GDP વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ સમયગાળા દરમિયાન ચીનનો વિકાસ દર 4.6 ટકા રહેવાનો અંદાજ છે.

  ભારતનું ઝડપથી વિકસતું અર્થતંત્ર IMFએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ રીતે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જ્યારે IMFએ 2025માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ગતિ અગાઉની ગતિએ વધશે IMFના રિપોર્ટ અનુસાર, 2024 અને 2025માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ સમાન ગતિએ ચાલુ રહેવાની ધારણા છે. વર્ષ 2025માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 3.2% રહેવાનો અંદાજ છે.

(11:58 PM IST)