News of Wednesday, 17th July 2024
તેલંગાણામાં ખેડૂતોને મોટી ભેટ :18 જુલાઈથી 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ થશે રેવન્ત રેડ્ડીની જાહેરાત
બેંકરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લોન માફી માટે બહાર પાડવામાં આવેલી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર ન કરો

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ જાહેરાત કરી છે કે 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફી 18 જુલાઈથી અમલમાં આવશે. આ નાણાં 18 જુલાઈની સાંજ સુધીમાં ખેડૂતોના લોન ખાતામાં જમા થઈ જશે. બેંકરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લોન માફી માટે બહાર પાડવામાં આવેલી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર ન કરો. જો બેંકર્સ સરકાર દ્વારા લોન માફી માટે જાહેર કરવામાં આવેલી રકમ અન્ય ખાતામાં જમા કરાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
