<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

વૈવાહિક બળાત્‍કાર હવે અપરાધ ગણાશે?

ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપી શકે છે ઐતિહાસિક અંતિમ નિર્ણય : દિલ્‍હી હાઈકોર્ટની બે જજની બેન્‍ચે આ મામલે ગુનો જાહેર કરવા સંબંધિત મુદ્દા પર અલગ-અલગ ચુકાદો આપ્‍યો હતો

નવી દિલ્‍હી,તા. ૧૭: ભારતીય દંડ સંહિતામાં વૈવાહિક બળાત્‍કારને અપરાધની શ્રેણીમાં ન રાખવાના મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે આ મામલે હવે ગુરુવાર ૧૮ જુલાઈએ સુનાવણી કરવામાં આવશે. આ કેસ નવા ફોજદારી કાયદા હેઠળ વૈવાહિક બળાત્‍કારને અપરાધ તરીકે ધ્‍યાનમાં લેવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્‍ચે મંગળવારે આવકવેરા સંબંધિત લાંબા સમયથી ખેંચાયેલા કેસની સુનાવણી માટે દિવસ નક્કી કર્યો હતો. જેને પગલે હવે  ઓલ ઈન્‍ડિયા ડેમોક્રેટિક વુમન્‍સ એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્‍દિરા જયસિંહે શક્‍ય તેટલી વહેલી તકે વૈવાહિક બળાત્‍કારના કેસની સૂચિબદ્ધ કરવાની વિનંતી અદાલત સમક્ષ કરી હતી.

જયસિંહે કહ્યું કે ઇન્‍કમટેક્‍સ કેસની સુનાવણીમાં આખો દિવસ લાગશે, તેથી વૈવાહિક બળાત્‍કારના કેસને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે બેન્‍ચને કહ્યું, જો તમે વૈવાહિક બળાત્‍કાર સંબંધિત કેસોને પ્રાથમિકતા આપી શકો તો અમે તેમની પ્રશંસા કરીશું. CJI ચંદ્રચુડે જયસિંગને ખાતરી આપી હતી કે જો મંગળવારે સુનાવણી ન થઈ શકે તો કેસની સુનાવણી બુધવાર અથવા ગુરુવારે કરવામાં આવશે. તેમણે કહ્યું, શ્નજો આજે આપણે આ કેસને સુનાવણી માટે ન લઈ શકીએ, તો કાલે કે તેના બીજા દિવસે જોઈશું.

૧૨ મે, ૨૦૨૨ના રોજ, દિલ્‍હી હાઈ કોર્ટની બે જજની બેન્‍ચે વૈવાહિક બળાત્‍કારને ગુનો જાહેર કરવા સંબંધિત મુદ્દા પર અલગ-અલગ ચુકાદો આપ્‍યો હતો. જસ્‍ટિસ રાજીવ શકધરે તેને અપરાધિક બનાવવા માટે તરફેણ કરી હતી, તો જસ્‍ટિસ સી હરિ શંકર આ અભિપ્રાય સાથે અસંમતી દાખવી હતી અને કહ્યું હતું કે કલમ ૩૭૫નો અપવાદ બે બંધારણનું ઉલ્લંઘન કરતું નથી જેને કારણ કે તે સમજી શકાય તેવા તફાવતો પર આધારિત છે. ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં યોગ્‍ય માર્ગદર્શિકાની માગણી કરવામાં આવી હતી. નવા ફોજદારી કાયદા હેઠળ વૈવાહિક બળાત્‍કારને અપવાદ તરીકે માન્‍યતા આપવાને પડકારતી આ અરજીઓમાં AIDWA ની અરજી પણ સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ દેશમાં છેલ્લા અનેક સમયથી ચાલતા વૈવાહિક બળાત્‍કારને અપરાધની શ્રેણીમાં ન રાખવાના મામલે શું ચુકાદો આપે છે.

ભારતીય ન્‍યાય સંહિતા હેઠળ, જેણે ત્‍ભ્‍ઘ્‍ ની જગ્‍યાએ પહેલી જુલાઈથી અમલમાં મૂકવામાં આવ્‍યો હતો, અપવાદ ૨ થી કલમ ૬૩ (બળાત્‍કાર માટે સજા) જણાવે છે કે પુરુષ દ્વારા તેની પત્‍ની સાથે સંભોગ અથવા અન્‍ય જાતીય કૃત્‍યોને બળાત્‍કાર તરીકે ગણવામાં નહીં આવશે જયાં સુધી પીડિત ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય.

(9:42 AM IST)