<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ટેરિફ પ્‍લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ કંપનીઓની પ્રતિ ગ્રાહક કમાણી ટોચ પર

૨૦૨૫-૨૬ સુધીમાં આ કંપનીઓ દરેક મોબાઇલ ગ્રાહક પાસેથી ૨૨૫-૨૩૦ રૂપિયાની કમાણી કરશે

નવી દિલ્‍હી તા. ૧૭ : મોબાઈલ અને ડેટા ટેરિફમાં વધારાને કારણે ટેલિકોમ કંપનીઓની ગ્રાહક દીઠ કમાણી એક દાયકામાં ટોચ પર પહોંચી જશે. રેટિંગ એજન્‍સી CRISILએ જણાવ્‍યું હતું કે, ૨૦૨૫-૨૬ સુધીમાં, આ કંપનીઓ દરેક મોબાઇલ ગ્રાહક પાસેથી ૨૨૫-૨૩૦ રૂપિયાની કમાણી કરશે, જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. ૧૮૦ કરતાં ૨૫ ટકા વધુ છે.ઊંચી નફાકારકતા અને ઓછા મૂડી ખર્ચને કારણે ટેલિકોમ કંપનીઓની ક્રેડિટ પોઝિશન પણ સુધરશે, એમ ક્રિસિલે મંગળવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્‍યું હતું. ARPU ને 5G સેવાઓ શરૂ થયા પછી ડેટા વપરાશમાં વધારો થવાથી પણ મદદ મળશે. વોડાફોન, એરટેલ અને જિયોએ તાજેતરમાં ટેરિફમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે.

ટેરિફમાં વધારો ટેલિકોમ ઉદ્યોગને ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં મૂડી પરના વળતરને ૧૧ ટકા સુધી સુધારવામાં મદદ કરશે. ૨૦૨૩-૨૪માં તે ૭.૫ ટકા હતો. તેવી જ રીતે, કંપનીઓ દ્વારા રોકાણ આગામી નાણાકીય વર્ષમાં ૨૮ ટકાથી ઘટીને ૧૯ ટકા થશે કારણ કે મોટાભાગની કંપનીઓએ 5G રોલઆઉટ પૂર્ણ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, વીડિયો સ્‍ટ્રીમિંગ સર્વિસ, સોશિયલ મીડિયા અને ગેમિંગ એપ્‍સના વધુ પડતા ઉપયોગથી ડેટાનો વધુ વપરાશ થઈ રહ્યો છે.આ કારણે ગ્રાહકો તેમના ડેટા પ્‍લાનને અપગ્રેડ કરી રહ્યા છે.એજન્‍સીએ જણાવ્‍યું હતું કે ARPU માં વધારો ધીમે ધીમે થશે. તેની સંપૂર્ણ અસર ચાલુ નાણાકીય વર્ષ અને આગામી નાણાકીય વર્ષમાં જોવા મળશે. આ વધારાની સૌથી વધુ અસર પ્રીપેડ ગ્રાહકો પર જોવા મળશે, કારણ કે તેમની સંખ્‍યા મોટી છે. તેથી, આ કમાણી કંપનીઓના ચોપડામાં ત્‍યારે જ દેખાશે જયારે તમામ ગ્રાહકો આગલી વખતે રિચાર્જ કરશે.

સ્‍પેક્‍ટ્રમ ખર્ચમાં ઘટાડો થશેઃ ક્રિસિલના ડિરેક્‍ટર આનંદ કુલકર્ણીએ જણાવ્‍યું હતું કે, કંપનીઓએ નવા સ્‍પેક્‍ટ્રમ પર ખર્ચ કરવો પડી શકે છે કારણ કે મોટાભાગની ખરીદી ૨૦૨૨-૨૩માં જ કરવામાં આવી હતી. કંપનીઓનું દેવું પણ ૨૦૨૫-૨૬ સુધીમાં ઘટીને ૫.૬ લાખ કરોડ રૂપિયા થઈ જશે

(12:03 PM IST)