તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 17th July 2024
બુલીયન માર્કેટમાં તેજીઃ સોનામાં વધુ પ૦૦-ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો

સોનાના ભાવ વધીને ૭૬,૭૦૦ અને ચાંદીના ભાવ ૯૪,પ૦૦ રૂા. થયા
રાજકોટ તા. ૧૮ :.. બુલીયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહ્યો છે. સોનામાં વધુ પ૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ પ૦૦ રૂા. નો ભાવ વધારો થયો હતો. સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭૬,૦૦ રૂા. હતા. તે વધીને આજે ૭૬,૭૦૦ રૂા. થયા હતાં. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે પ૦૦૦ રૂા. વધ્યા હતાં. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૭,૬ર,૦૦૦ રૂા. હતા તે વધીને ૭,૬૭,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા સોનાના ભાવ ઘટીને એક તબકકે ૭ર,પ૦૦ રૂા. થયા બાદ ફરી ધીમી ગતિએ ભાવમાં ક્રમશ ઉછાળો થઇ રહ્યો છે.સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૦૦૦ રૂા. નો ભાવ વધારો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૩,પ૦૦ રૂા. હતાં. તે વધીને ૯૪,પ૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
