તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Wednesday, 17th July 2024
આજે અષાઢી એકાદશી, મહારાષ્ટ્રમાં એક ખેડૂતે ડાંગરના ખેતરમાં બનાવી દીધી ભગવાન વિઠ્ઠલની 120 ફૂટની છબી: આ દિવસ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે : જુઓ વિડિયો
આ તિથિથી જગતના સંચાલક ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂઈ જાય છે, આ તિથિથી ચાર મહિના સુધી દેવતાઓની રાત્રિ હોય છે દેવતાઓના યોગ નિદ્રામાં જવાને કારણે ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય થતું નથી

#Maharashtra: A farmer who is also an engineer creates a 120-foot image of Lord Vithal on his farm using paddy plantations in Mulshi village, Pune.#AshadhiEkadashi pic.twitter.com/XOmYnateUe
— All India Radio News (@airnewsalerts) July 16, 2024
નવી દિલ્હી તા.૧૭ : આજે દેશભરમાં અષાઢી એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. અષાઢી એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલની પૂજા કરવામાં આવી છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રના પૂણેમાં એક ખેડૂતે અનોખી રીતે આ તહેવારને ઉજવ્યો છે. આ ખેડૂતે ડાંગરના ખેતરમાં ભગવાન વિઠ્ઠલની 120 ફૂટની છબી બનાવી દીધી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પુણેના મુલશી ગામમાં એક ખેડૂત જે એન્જિનિયર પણ છે તેને ખેતરમાં ડાંગરના વાવેતરનો ઉપયોગ કરીને ભગવાન વિઠ્ઠલની 120 ફૂટની છબી બનાવી છે. ખેડૂતે આ છબી બનાવવા માટે ડાંગરના ઉભા પાકનો ઉપયોગ કર્યો છે. તેને પાકનો એ રીતે ઉપયોગ કર્યો છે, જે દેખાવામાં ભગવાન વિઠ્ઠલની છબી લાગી રહી છે. આ વીડિયોને All India Radio Newsના X પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને અષાઢી એકાદશી કહેવામાં આવે છે. તેને દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં અષાઢી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ તિથિથી જગતના સંચાલક ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂઈ જાય છે, આ તિથિથી ચાર મહિના સુધી દેવતાઓની રાત્રિ હોય છે. દેવતાઓના યોગ નિદ્રામાં જવાને કારણે ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય થતું નથી. આ ચાર મહિનાઓને ચાતુર્માસ કહેવામાં આવે છે, જે દેવશયની એકાદશીથી શરૂ થાય છે. ચાતુર્માસમાં ભગવાન શિવ અને તેમના પરિવારની પૂજા કરવામાં આવે છે. ચાતુર્માસમાં ભગવાન શિવ વિશ્વના સંચાલક અને સંહારક બંનેની ભૂમિકા ભજવે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
